ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના : ચમોલીના માના ગામમાં ગ્લેશિયર તૂટતાં 57 શ્રમિકો દટાયાં, રેસ્ક્યૂ કામગીરી શરૂ
ચમોલી બદ્રીનાથ ધામના માના ગામ નજીક ગ્લેશિયર નીચે 57 કામદારો દટાયા હોવાની માહિતી સામે આવી હતી. સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા 16 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે અન્ય 47 કામદારોની શોધ ચાલુ છે. આ બધા કામદારો B ROના કોન્ટ્રાક્ટમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરના હોવાનું જાણવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીના ઉપરના વિસ્તારોમાં ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી હતી.
57 શ્રમિકો બરફમાં દટાયા
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે એક ખાનગી કોન્ટ્રાક્ટરના કામદારો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે કામ કરી રહ્યા હતા. તે બધા BRO કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરના કામદારો હતા. જ્યારે દર્ઘટના સર્જાઈ, ત્યારે બધા અફરા-તફરીમાં ભાગવા લાગ્યાં. તેમાંથી કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે 57 શ્રમિકો બરફમાં દટાયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે એક ખાનગી કોન્ટ્રાક્ટરના કામદારો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે કામ કરી રહ્યા હતા. તે બધા BRO કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરના કામદારો હતા. જ્યારે હિમપ્રપાત થયો, ત્યારે બધા અહીં-ત્યાં દોડવા લાગ્યા. તેમાંથી કેટલાક ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે 57 કામદારો બરફમાં ફસાઈ ગયા હતા જેમાંથી 16ને બચાવી લેવામાં આવ્યા છે.
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ બચાવ કામગીરી હાથ ધરવા માટે IRS અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે માના ગામ અને માના પાસ વચ્ચે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન નજીક હિમપ્રપાતની જાણ થઈ છે. એવું જાણવા મળ્યું છે કે સૈન્યની અવરજવર માટે રસ્તા પરથી બરફ હટાવતા 57 કામદારો ઘટના સ્થળની નજીક હતા. આ ઘટનામાં કોઈ માનવ નુકસાન થયું હોવાની માહિતી હજુ સુધી મળી નથી. સેનાની સાથે, ITBP, NDRF, SDRFની બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
પર્વતીય વિસ્તારમાં બગડ્યું હવામાન
જણાવી દઈએ કે, છેલ્લાં બે દિવસથી પર્વતીય વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ છે. ઉત્તરાખંડની સાથે, હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો નદીઓ તોફાની બની છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજ્યના કુલ્લુ જિલ્લામાંથી વિનાશના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદે અહીં એટલી તબાહી મચાવી છે કે નદી-નાળા છલકાઈ ગયા છે.
શુક્રવારે (28 ફેબ્રુઆરી), હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડી જિલ્લામાંથી પણ આવા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મંડી જિલ્લાના ઓટ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કુલ્લુમાં, ગટરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનો તણાઈ ગયાના કિસ્સા સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.