કઝાકિસ્તાનમાં મોટો વિમાન અકસ્માત : અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન થયું ક્રેશ,42 લોકોના મોતની આશંકા
કઝાકિસ્તાનમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે. અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. પ્લેનમાં પાંચ ક્રૂ મેમ્બર સહિત 67 લોકો સવાર હતા. આ વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યા જઈ રહ્યું હતું. કઝાકિસ્તાન સરકારનું કહેવું છે કે અઝરબૈજાન પ્લેન ક્રેશમાં 42 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 25 લોકો બચી જવામાં સફળ થયા હતા. કઝાકિસ્તાનની ઈમરજન્સી સર્વિસનું કહેવું છે કે પ્લેન ક્રેશથી લાગેલી આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે.
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં જોરદાર આગ લાગી છે. આ પછી આખું પ્લેન સળગવા લાગે છે. પ્લેન ક્રેશ થવા પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના પર અઝરબૈજાન એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે જે પ્લેન ક્રેશ થયું તે એમ્બ્રેર 190 એરક્રાફ્ટ હતું. તેનો નંબર J2-8243 હતો. બાકુથી ગ્રોંજી રૂટ જઈ રહેલા આ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અકાતુથી ત્રણ કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.
ક્રેશ અંગે શું અટકળો છે ?
કેટલાક અહેવાલો કહે છે કે સંભવિત તકનીકી ખામીને કારણે આ ઘટના બની છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ ધુમ્મસના કારણે પ્લેનને લેન્ડ કરવામાં આવી રહ્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર પક્ષીઓની ટક્કરથી આ દુર્ઘટના બની હતી. પરંતુ સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પક્ષીઓના ટોળા સાથે અથડાયું : દાવો
પ્લેન કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયનું કહેવું છે કે, તેઓ આ અકસ્માતની વિશેષ તપાસ કરશે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે થઈ છે, કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 52 બચાવ ટીમ અને 11 બચાવ ઉપકરણોને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે.