નવા વર્ષના દિવસે જ અમેરિકામાં મોટો હુમલો : ટ્રક ચાલકે અનેક લોકોને કચડીને ગોળીબાર કર્યો, 12ના મોત; 30 ઘાયલ
અમેરિકાના ન્યુ ઓર્લિન્સમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. આ દુ:ખદ ઘટનામાં નવા વર્ષની ઉજવણીના દિવસે બની હતી જેમાં ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખીને ગોળીબાર કર્યો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલેના ચોરા નજીક સવારે 3.15 વાગ્યે ટ્રકે રાહદારીઓને ટક્કર મારી હતી.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બોર્બોન સ્ટ્રીટને બંધ કરી દેવામાં આવી છે અને ઈમરજન્સી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બોર્બોન સ્ટ્રીટ પર એક ટ્રકે તેજ ગતિએ ભીડને ટક્કર મારી. આ પછી એક ડ્રાઇવરે વાહનમાંથી બહાર નીકળીને ફાયરિંગ શરૂ કર્યું અને પોલીસે જવાબી કાર્યવાહી કરી.
ટ્રક ભીડમાં ઘુસી ગયો
જો પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો, એક ટ્રક ભીડમાં ઘૂસી ગયો અને ડ્રાઇવરે વાહનમાંથી બહાર આવીને ફાયરિંગ શરૂ કરી દીધુ, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો. ન્યૂ ઓર્લિયન્સની કટોકટી તૈયારી એજન્સીએ આ ઘટના અંગે પહેલાથી જ ચેતવણી આપી હતી અને લોકોને તે વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. નોંધનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સીબીએસ ન્યૂઝ દ્વારા પોલીસ વિભાગના પ્રવક્તાને ટાંકવામાં આવ્યું હતું, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે એક વાહને લોકોની ભીડને ટક્કર મારી. ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ કેટલાક લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના નવા વર્ષના દિવસની શરૂઆતના કલાકોમાં બની હતી, જ્યારે ફેમસ પ્રવાસી ડેસ્ટિનેશન સામાન્ય રીતે પ્રવૃત્તિથી ધમધમતું હોય છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન અકસ્માત
દરમિયાન, સોશિયલ મીડિયા સાઇટ X પરના અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં ઓછામાં ઓછા 10થી વધુ લોકો માર્યા ગયા છે. ફ્રેન્ચ ક્વાર્ટરમાં સ્થિત બોર્બોન સ્ટ્રીટ ન્યૂ ઓર્લિયન્સમાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. એવું કહેવાય છે કે બોર્બોન સ્ટ્રીટ પર આયોજિત નવા વર્ષની ઉજવણીમાં હજારો લોકો જોડાયા હતા.
બીબીસીના અહેવાલ મુજબ, લુઇસિયાના શહેરમાં લોકપ્રિય પર્યટન સ્થળ ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન અકસ્માત થયો હતો, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડ્રાઈવર ભીડમાં ટ્રકમાંથી બહાર આવ્યો અને ફાયરિંગ શરૂ કર્યું.