જમ્મુ-કાશ્મીરના મોટો અકસ્માત: ડોડામાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ, બચાવ કામગીરી શરૂ
જમ્મુ અને કાશ્મીરમાં મોટો અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. ડોડા જિલ્લામાં સેનાનું વાહન ખાડીમાં પડી જતાં આ અકસ્માતમાં દસ સૈનિકો શહીદ થયા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે વાહન રસ્તા પરથી લપસીને ડોડા જિલ્લામાં ખાડીમાં પડી ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ભાદરવાહ-ચંબા નજીક ખાની ટોપ વિસ્તારમાં થયો હતો.
શું છે સમગ્ર ઘટના?
ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક સૈન્ય વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાડીમાં પડી ગયું. દસ સૈનિકો શહિદ થઈ ગયા અને ઘણા ઘાયલ થયા. સ્થાનિકો અને બચાવ ટીમોએ ઘાયલોને બચાવવા માટે કામગીરી શરૂ કરી છે.
અકસ્માતની વિગતો જાહેર કરતા, સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે 17થી વધુ સૈનિકોને લઈને એક લશ્કરી વાહન ઊંચાઈવાળી ચોકી તરફ જઈ રહ્યું હતું ત્યારે બુલેટપ્રૂફ વાહન રસ્તા પરથી લપસી ગયું અને ડોડામાં ભાદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર ખાની ટોપ નજીક 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગયું. આ અકસ્માતમાં દસ સૈનિકો શહિદ ગયા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા.
આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ પર N.R.I. પેસેન્જરની 5 કરોડની રિસ્ટ વોચ ખોવાઈ ગઈ! મુંબઈની ફલાઈટમાં જઈ રહેલા પેસેન્જરની ઘડિયાળ અચાનક થઈ ગાયબ
સૈન્ય અને પોલીસ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ
અકસ્માતની માહિતી મળતાં, સંયુક્ત સૈન્ય અને પોલીસ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક લોકો પણ પોલીસ અને બચાવ ટીમોને મદદ કરવા દોડી ગયા. 10 સૈનિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. ઘાયલ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ત્રણેયને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વિશેષ સારવાર મળી રહી છે.
સેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાયલ સૈનિકોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારોને જાણ કરવામાં આવી છે.
