મહાકુંભ મૃત્યુકુંભ બની ગયો છે : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું વિવાદિત નિવેદન
લાલુ પ્રસાદ યાદવ પછી હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહાકુંભ ઉપર ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, મહાકુંભ હવે મૃત્યુ કુંભ બની ગયો છે. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનરજીએ કહ્યું હતું કે, વ્યવસ્થામાં ઘણી ખામી છે. કોઈ પ્લાનિંગ નથી. નાસભાગની ઘટના પછી કેટલાક મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર જ બંગાળ મોકલી દેવામાં આવ્યા હતા. આવા લોકોના મૃત્યુ હાર્ટએટેકથી થયાનું કહીને તેમને વળતર આપવામાં નહી આવે. તેમણે વધુમાં કહ્યું કે, ‘તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, મહાકુંભ હવે મૃત્યુકુંભમાં ફેરવાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે. અત્રે જણાવવાનું કે માત્ર મમતા બેનર્જી જ નહીં પરંતુ વિપક્ષના અનેક નેતા મહાકુંભને લઈને સીએમ યોગી પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને અવ્યવસ્થાના આરોપ લગાવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યં કે, તમારે આ પ્રકારના મોટા આયોજનની યોજના બનાવવી જોઈતી હતી. ભાગદોડની ઘટના બાદ કેટલા આયોગ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ વગર જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તેઓ કહેશે કે જે લોકોના મોત હાર્ટ એટેકથી થયા તેમને વળતર ચૂકવવામાં નહીં આવે.