મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
આંધ્રપ્રદેશમાં અનેક રેસ્ટોરન્ટ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. વિશાખાપટ્ટનમ સ્થિત સેલિબ્રેશન્સ રેસ્ટોરન્ટ સહિત ચાર સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી હતી. રેકોર્ડ ડિજિટલી ડિલીટ થયા હોવાના પુરાવા મળ્યા બાદ અધિકારીઓએ ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ અંતર્ગત, કમ્પ્યુટર ડેટા તપાસવામાં આવ્યો હતો. કૂલ 70 હજાર કરોડનો જીએસટીનો ગોટાળો બહાર આવ્યો હતો.
આવકવેરા વિભાગે નેલ્લોરમાં સ્થિત વેંગમમ્બા રેસ્ટોરન્ટ અને રાજમુન્દ્રીમાં સ્થિત બરકસ અરેબિયન મંડીમાં પણ દરોડા પાડ્યા હતા. દેશભરમાં દરોડામાં કરોડો રૂપિયાના ડિજિટલ રેકોર્ડ ડિલીટ થયા હોવાના પુરાવા મળ્યા બાદ આ નિરીક્ષણો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
કેટલાક રેસ્ટોરન્ટ અને હોટલોએ ગ્રાહકો પાસેથી વસુલેલો જીએસટી સરકારને ચૂકવ્યો નથી. અધિકારીઓને જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ્સે છેલ્લા પાંચ વર્ષમાં 70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છુપાવ્યું છે. હૈદરાબાદ સ્થિત ઓબેરોય હોટલની શાખાઓના નિરીક્ષણ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવ્યા હતા. અધિકારીઓએ તારણ કાઢ્યું હતું કે GST અને આવકવેરાની ચોરી દરેક જગ્યાએ થઈ રહી છે, પછી ભલે તે ટિફિન સેન્ટર હોય, પબ હોય, રેસ્ટોરન્ટ હોય કે હોટેલ હોય.
