દારૂબંધી મામલે મધ્યપ્રદેશ ગુજરાતના રસ્તે : ઉજ્જૈન, ઓમકારેશ્વર અને ખજુરાહો સહીત 17 શહેરોમાં દારૂ ઉપર પ્રતિબંધ
દારૂબંધી મામલે મધ્યપ્રદેશ ગુજરાતના રસ્તે વળ્યું છે. મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે રાજ્યના 17 ધાર્મિક શહેરોમાં દારૂબંધીની જાહેરાત કરી છે. મહેશ્વરમાં ચાલી રહેલી કેબિનેટ બેઠકમાં દારૂબંધીના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ પછી, ઉજ્જૈન, જબલપુર અને મંદસૌર સહિત 17 શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તે જ સમયે, નર્મદા કિનારાની બંને બાજુ 5 કિલોમીટર સુધી દારૂબંધીની નીતિ ચાલુ રાખવામાં આવશે. આમાં કોઈ ફેરફાર થશે નહીં.
આ ધાર્મિક સ્થળોએ દારૂ પર પ્રતિબંધ રહેશે
- મંડલા, નગરપાલિકા
- મુલતાઈ, નગરપાલિકા
- મંદસૌર, નગરપાલિકા
- અમરકંટક, નગરપાલિકા
- સલકણપુર, ગ્રામ પંચાયત
- બારમાનકલન, લિંગા અને બારમાનખુર્દ ગ્રામ પંચાયત
- કુંડલપુર, ગ્રામ પંચાયત
- બંદકપુર, ગ્રામ પંચાયત
- ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન
- ઓમકારેશ્વર, નગર પરિષદ
- મહેશ્વર, નગર પરિષદ
- મંડલેશ્વર, નગર પરિષદ
- ઓરછા, મ્યુનિસિપલ કાઉન્સિલ
- મૈહર, નગરપાલિકા
- ચિત્રકૂટ, મ્યુનિસિપલ કાઉન્સિલ
- દતિયા, નગરપાલિકા
- પન્ના, નગરપાલિકા
મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે દારૂના સેવનના ખરાબ પ્રભાવોથી દરેક વ્યક્તિ વાકેફ છે. અમે નથી ઇચ્છતા કે અમારા યુવાનો ભટકી જાય કારણ કે તેઓ દેશનું ભવિષ્ય છે. મધ્યપ્રદેશમાં જ્યાં પણ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામે પગ મૂક્યો છે ત્યાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા વર્ષે, મુખ્યમંત્રી યાદવે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત સ્થળોને તીર્થસ્થાનો તરીકે વિકસાવશે.