ઓડિશામાં 7 કરોડની લકઝરી કાર, ઘરેણાં જપ્ત : બેન્ક સાથે ઠગાઇ કરનાર મેસર્સ અનમોલ માઇન્સ પ્રા.લિ.ના માલિકના ઘર-અન્ય સ્થળે EDના દરોડા
ઇડીએ ઓડિશાના ભુવનેશ્વરમાં રવિવારે શક્તિ રંજન દાસના ઘર અને તેમની કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ દરોડા પાડ્યા હતા. આ કેસ મેસર્સ અનમોલ માઇન્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ અનમોલ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. આ કંપની પર બેંકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. EDએ શક્તિ રંજન દાશની 7 કરોડ રૂપિયાની લક્ઝરી કાર અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી.
EDએ હિમાચલ પ્રદેશ પોલીસની સીઆઇડી દ્વારા દાખલ કરાયેલ FIRના આધારે આ તપાસ શરૂ કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપની અને તેના પ્રમોટરોએ કેટલાક અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બેંકોમાંથી લીધેલી લોનનો દુરુપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્સ રિંગરોડ ફરતે શણગારયુકત લાઇટ ફિટ કરવામાં ચલકચલાણુ! શું ફરી એકવાર પ્રજાના પૈસાનું આંધણ થશે?
તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ 2009 થી 2013 દરમિયાન નકલી પ્રોજેક્ટ રિપોર્ટ્સ અને શેલ કંપનીઓ બતાવીને બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લીધી હતી. લગભગ 1396 કરોડ રૂપિયાની આ લોનનો ઉપયોગ હેતુસર ખર્ચ કરવાને બદલે અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. આ કેસમાં, ED પહેલાથી જ 310 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી ચૂકી છે. આમાંથી, 289 કરોડ રૂપિયાની મિલકતો એપ્રિલ 2025 માં બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમને પરત કરવામાં આવી હતી.
