દેશમાં ચાલી રહેલા જીએસટી બચત ઉત્સવ વચ્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો થયો છે. જેમાં 1 ઓક્ટોબરથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 16 સુધીનો વધારો કર્યો છે. જોકે, કંપનીઓએ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ અનુસાર સિલિન્ડરમાં ભાવમાં રૂપિયા 16નો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે તે હવે રૂપિયા 1580 ને બદલે રૂપિયા 1596 માં મળશે.
જોકે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા તેની અસર હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળો તેનો ઉપયોગ કરતા લોકોને થશે. તેમજ તેની અસર વેચાતી ચીજ વસ્તુઓના ભાવ પર પડી શકે છે,જયારે ઓઈલ કંપનીઓએ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા છે.
