દિવાળી ઉપર LPGના કોમર્શીયલ બાટલાનાં ભાવ વધ્યા
ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા 1 નવેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ રેટ મુજબ, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 1802 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આખો દેશ દિવાળીની ઉજવણીમાં ડૂબેલો છે ત્યારે સરકારી ઓઈલ કંપનીઓએ લોકોને જોરદાર ફટકો આપ્યો છે.