લગ્ન માટે ડ્રિમ ડેસ્ટિનેશન શોધી રહ્યા છો ?? આ છે ભારતના પાંચ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન, ફોટા જોઈને જ થઈ જશો મંત્રમુગ્ધ
ભારતીય લગ્ન એ પરંપરા, ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે. આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને નવા જીવનની શરૂઆત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને ખાસ બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવે છે. કપડાંથી માંડીને લગ્નના મેનુથી લઈને સ્થળ સુધીની દરેક બાબતને મહિનાઓ અગાઉથી ગણવામાં આવે છે.હાલ ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે.
લોકો પોતાના લગ્નને વધુ યાદગાર બનાવવા માટે ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરે છે. લગ્નમાં ડેસ્ટિનેશન પસંદ કરવું પણ ઘણું મુશ્કેલ કામ છે. તો ચાલો અમે તમને ભારતના ટોપ 5 વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો લગ્ન કરવા આવે છે. આ જગ્યાઓ મોટા સેલેબ્સની પણ પહેલી પસંદ બની ગઈ છે. તો ચાલો જાણીએ તેમના વિશે…
પુષ્કર

ડેસ્ટિનેશન વેડિંગમાં પુષ્કર ટોપ પર છે. પુષ્કર તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ અનોખું આધ્યાત્મિક શહેર એક સુંદર તળાવનું ઘર પણ છે જે લગ્ન માટે સંપૂર્ણ સ્થળ બનાવે છે. અહીં દર વર્ષે અનેક લગ્નો થાય છે. પુષ્કર શહેર તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. આ શહેર એક તરફ ભવ્ય પર્વતમાળાઓ અને બીજી તરફ ભવ્ય થાર રણથી ઘેરાયેલું છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે રોઝ ગાર્ડન, પુષ્કર બાગ પેલેસ, વેસ્ટિન રિસોર્ટ, રેજેન્ટા રિસોર્ટ, પુષ્કર ફોર્ટ, રંગમહેલ અને સહદેવ બાગ સૌથી ફેવરિટ જગ્યાઓમાં સામેલ છે.
કરનાલ

ડેસ્ટિનેશન વેડિંગ માટે હરિયાણાનું કરનાલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં ઘણા ભવ્ય મહેલો છે, જે હવે હોટલનું રૂપ લઈ ચૂક્યા છે. પરંતુ, રાજપૂતાના અને મુગલીયા શૈલીનું સ્થાપત્ય આજે પણ અહીં જોવા મળે છે, જેના કારણે તે લોકો માટે આકર્ષણનો વિષય બની રહે છે. આનું ઉત્તમ ઉદાહરણ કરનાલના નૂર મહેલમાં જોઈ શકાય છે. જ્યાં લોકોને માત્ર લગ્ન જ પસંદ નથી પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ આનંદ માણવા આવે છે.
ઉદયપુર

આ યાદીમાં રાજસ્થાનનું વધુ એક શહેર સામેલ છે. શાહી અંદાજમાં લગ્ન કરવા માંગતા લોકો માટે ઉદયપુર પહેલી પસંદ છે. સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિ ધરાવતા આ શહેરનું સ્થાપત્ય અને ભવ્યતા લોકોને પોતાની તરફ આકર્ષે છે. આ શહેર તળાવોથી ઘેરાયેલું છે અને તેની ગણતરી ભારતના સૌથી રોમેન્ટિક શહેરોમાં થાય છે. જેના કારણે અહીંના લગ્ન લોકો માટે હંમેશા યાદગાર રહે છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે અહીંનું લેક પેલેસ સૌથી અદ્ભુત જગ્યાઓમાંથી એક છે, તેની સાથે જ ઉદય વિલાસ પેલેસ, જગ મંદિર પેલેસ જેવી અન્ય ખૂબ જ સુંદર જગ્યાઓ પણ છે.
જયપુર

જ્યારે આપણે લગ્ન માટેના બેસ્ટ ડેસ્ટિનેશનની વાત કરીએ અને જયપુરનું નામ ન આવે તે કેવી રીતે થઈ શકે? પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં ઘણા ભવ્ય મહેલો છે. અહીંના મહેલો અને રિસોર્ટમાં લગ્ન કરવા એ ઘણા લોકો માટે એક સ્વપ્ન સાકાર થાય છે. રામબાગ પેલેસ, સમોદે પેલેસ, શિવ વિલાસ પેલેસ અને ફેરમોન્ટ જેવી અન્ય જગ્યાઓ છે જ્યાંથી તમે ડેસ્ટિનેશન વેડિંગનું તમારું સપનું પૂરું કરી શકો છો.
કેરળ

કેરળ તેના સુંદર નજારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અગાઉ કેરળ ડેસ્ટિનેશન વેડિંગના મામલે એટલું ફેમસ નહોતું, પરંતુ હવે તેની લોકપ્રિયતા ધીરે ધીરે વધી રહી છે. કેરળની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિના કારણે લોકો હવે અહીં આવવા લાગ્યા છે. અહીં કુમારકોમ બીચ અને ચેરાઈ બીચ પર ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકો દૂર-દૂરથી આવે છે.