કાન ખોલીને સાંભળી લેજોઃ તમને મરજી પડે એ શ્રેણી કે મેચમાં નહીં રમી શકો! BCCIએ કહ્યું-વર્કલોડ મેનેજમેન્ટનું બહાનુ નહીં ચાલે
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના ખેલાડીઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે આગામી શ્રેણીથી તેમની મનમાની નહીં ચાલે. ભારતના અનેક સ્ટાર ખેલાડી કોઈ પણ શ્રેણીની પૂરી મેચ રમતા નથી. આ ખેલાડીઓ અગાઉથી જ જણાવી દે છે કે તેણે કઈ શ્રેણીમાં રમવાનું છે અને કઈ શ્રેણીમાં નથી રમવાનું. અનેક ખેલાડી વર્કલોડ મેનેજમેન્ટનું બહાનુ આગળ ધરીને પોતાને શ્રેણી અથવા મેચથી અલગ કરી લ્યે છે.
આ પણ વાંચો : માનસિક દિવ્યાંગ બાળકો માટે ‘અંકુર’ બન્યું આશાનું કિરણ : બાળકોને વિનામૂલ્યે ટ્રેનીંગ આપી બનાવાઈ છે પગભર, દેશ-વિદેશમાં તેમનું હુન્નર પ્રખ્યાત
હેડ કોચ ગૌતમ ગંભીર હંમેશા ભારતીય ક્રિકેટમાં મેગા સ્ટાર સંસ્કૃતિની વિરુદ્ધમાં રહ્યા છે પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસે મોહમ્મદ સિરાજના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતના મુખ્ય કોચ ગંભીર હવે પોતાના હિસાબથી ટીમ કલ્ચર બનાવશે. ખેલાડીઓના મનસ્વી વલણને અટકાવવા માટે પસંદગી સમિતિ, હેડ કોચ અને ભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ એકમત છે. BCCIના એક સીનિયર અધિકારીએ કહ્યું કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીઓને પોતાની મરજીથી તેઓ રમી શકશે નહીં તેવું કહી દેવાયું છે.
આ પણ વાંચો : ભારત સાથે દુશ્મની પાક.ને મોંઘી પડી! સિંધુ નદી 80% સુકાઈ, 12 લાખ લોકો પલાયન માટે મજબૂર,40 ગામ ઉજ્જડ થઈ ગયા
ખાસ કરીને એવા ખેલાડી કે જેઓ તમામ ફોર્મેટમાં નિયમિત રમે છે તેમના માટે ભવિષ્યમાં પોતાની મરજીથી મેચ પસંદ કરવાનું કલ્ચર હવેથી નહીં ચાલે. જો કે બોર્ડ વર્કલોડ મેનેજમેન્ટ ઉપર ધ્યાન નહીં આપે એવું પણ નથી. ફાસ્ટ બોલરોનો વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે પરંતુ તેની આડમાં ખેલાડી મહત્ત્વની મેચમાંથી ખસી શકશે નહીં. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોહમ્મદ સિરાજે પાંચ ટેસ્ટમાં 185.3 ઓવર ફેંકી તેના ઉપરાંત નેટસમાં બોલિંગ અને ફિલ્ડિંગ પણ કરી હતી. સિરાજ ઉપરાંત કૃષ્ણા અને આકાશ દીપે પણ ફિટનેસના માપદંડ હાંસલ કર્યા હતા.
