લેહ સળગી ઉઠ્યું! પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે યુવકોનું હિંસક આંદોલન : ભાજપ કાર્યાલય સહિત વાહનોને આગ ચાંપી દીધી, 4ના મોત, 70 ઘાયલ
લેહમાં બુધવારે JEN-Z દ્વારા કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું જે હિંસક બની ગયું હતું. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિદ્યાર્થીઓએ વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને આગ ચાંપી દીધી અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં 4ના મોત થયા હતા અને 70 ઘાયલ થયા હતા.
Statehood Protesters Clash With Cops In Ladakh, Police Vehicle Burnt Down
— Shabbir GT 🇮🇳 (@ShabbirGT) September 24, 2025
Source : https://t.co/yO6VzIhM5A…#ladakh #protest pic.twitter.com/T9i9DHsAJi
વાંગચુક ઘણા મહિનાઓથી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. હિંસાને પગલે વાંગચૂકે અનશન તોડી નાખ્યું હતું. એમણે હિંસા નહી કરવાની અપીલ કરી હતી.
લદ્દાખના લોકોએ રાજ્યાધિકાર અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખનો સમાવેશ કરવાની માંગણી સાથે કરેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન લેહમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. અન્ય કેટલાક વાહનોને પણ આગ લગાડી દેવાઈ હતી.
શું છે માંગણી?
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ઘણા દિવસોથી લદ્દાખમાં ભૂખ હડતાળ પર છે. તેઓ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. લેહમાં વિદ્યાર્થીઓએ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. વિદ્યાર્થીઓનો વિરોધ એટલો હિંસક બન્યો કે તેમની પોલીસ સાથે અથડામણ થઈ. પોલીસે પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ વધુ વકર્યો હતો.
પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, જ્યારે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.
