લોરેન્સ બિશ્નોઈને કયા કેસમાં મળ્યો છુટકારો ? વાંચો
પંજાબની એક જિલ્લા અદાલતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના બે સહયોગીઓને 13 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે મોટો સવાલ એ છે કે શું લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી બહાર આવશે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે બિશ્નોઈ વિરુદ્ધ કેટલાક વધુ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેના પર સુનાવણી ચાલી રહી છે, તેથી તેના માટે જેલમાંથી બહાર આવવું મુશ્કેલ છે. તે જેલની બહાર નહીં આવે તેવા સમાચાર સલમાન ખાન માટે મહત્વના છે. લોરેન્સ સામે હજુ પ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ નેહા જિંદાલની કોર્ટે બિશ્નોઈ અને તેના બે સહયોગીઓ નવપ્રીત સિંહ અને તરસેમ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. સેક્ટર 69માં કથિત રીતે ગોળીબાર કરવા બદલ 2011માં ફેઝ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. બિશ્નોઈના વકીલ કરણ સોફતે કહ્યું કે કોર્ટે બિશ્નોઈ અને તેના સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા કારણ કે ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.
શું છે મામલો?
4/5 ફેબ્રુઆરીની રાત્રે, ગેંગસ્ટર અને તેના બે સાથીઓએ કથિત રીતે સેક્ટર 69માં એક ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો અને ફતેહગઢ સાહિબ જિલ્લાના વતની સતવિંદર સિંહ ઉર્ફે સત્તુ પર હુમલો કર્યો. સતવિંદર ચંદીગઢના સેક્ટર 26માં કોલેજનો વિદ્યાર્થી હતો અને તેના મિત્રો સાથે સેક્ટર 69માં ભાડેથી રહેતો હતો.