દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડયા : સંસદ ભવન પાસે મહિલા સાંસદનો જ ચેન લૂંટાયો, બાઈક સવાર ફરાર
દેશની રાજધાનીમાં ક્રાઈમ રેટ વધ્યો છે. અવારનવાર હત્યા, લૂટ અને દુષ્કર્મ જેવી ઘટનાઓના અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. મહિલા સાંસદ જ સેફ ન હોય ત્યા અંદાજો લગાવી શકાય કે સામાન્ય નાગરિકો માટે દિલ્હી કેટલી સુરક્ષિત છે. અહીં મહિલા સાંસદનો ચેન લૂટી લેવાયો હતો.
દિલ્હીના ચાણક્યપુરીમાં સોમવારે સવારે તામિલનાડુના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણન જ ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. સ્કૂટી પર આવેલા એક શખ્સ ચેન ઝૂટવીને જતો રહ્યો હતો. આ ઘટના પોલેન્ડ એમ્બેસી ગેટ પાસે સવારે લગભગ 6.15 વાગ્યે મહિલા સાંસદ વોક કરવામાં માટે ગયા ત્યારે બની હતી. મહિલા સાંસદે બચવાના ઘણા પ્રત્યન કર્યા હતા, જો કે ચોર લઈને જતો રહ્યો હતો. આ દરમિયાન તેમને ઘણી ઈજાઓ પહોંચી હતી. સુધાએ તો એવી રાવ પણ કરી છે કે બદમાશે મારા કપડાં પણ ફાડી નાખ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ પતિની હત્યાથી ચકચાર : પત્નીએ જ મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાત, બાળક સામે ખેલાયો ખૂની ખેલ
આ પછી તેમણે કેન્દ્ર સરકારને આ અંગે પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘ સોમવારે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં જ્યારે હું વોક કરી રહી હતી ત્યારે મારી સોનાની ચેઈન છીનવાઈ ગઈ હતી’. આ ઉપરાંત તેમણે સરકારને અપરાધીની તાત્કાલિક ધરપકડ કરવાની અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો : હવે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન માટે ચૂકવવો પડશે ચાર્જ! સાઈબર સુરક્ષા અંતર્ગત સરકાર મોબાઈલ નંબરની કરશે ખરાઈ
દિલ્હી પોલીસે આરોપીને પકડવા માટે 10થી વધુ ટીમો બનાવી છે. સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ હાઈ પ્રોફાઈલ કેસ હોવાથી નવી દિલ્હીના ડીસીપી ખુદ ચાણક્યપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ઘટનાનો કેસ નોંધાયેલો છે. આ ઘટના પર તે ખુદ મોનિટર કરી રહ્યા છે.
