દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી ખાડે ગઈ હોય તેમ માત્ર દસ મિનિટમાં જાહેરમાં ગોળીબારની વધુ ઘટના બની છે.શનિવારે રાત્રે ઉત્તર દિલ્હીના કબીરનગર વિસ્તારમાં ત્રણ સગીરોએ મોટરસાયકલ પર જઈ રહેલા ત્રણ યુવાનો પર ગોળીબાર કરતા એક યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ નદીમ નામનો યુવાન અને તેનો બે મિત્રો શાહનવાઝ ખાણીપીણી નો સામાન ખરીદીને કબીરનગરના રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા ત્રણ યુવાનોએ સાત રાઉન્ડ ગોળીબાર કરતા નદીમા અને શાહનવાઝ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળીપડ્યા હતા. બંનેને તેગ બહાદુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તબીબોએ નદીમને મૃત જાહેર કર્યો હતો. ગોળીથી વીંધાઈ ગયેલા શાહનવાઝની હાલત અતિ ગંભીર ગણાવવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણ હુમલાખોર સગીરો પૈકીના એક તરુણે નદીમ પાસેથી પૈસા 10 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. નદીમે તેની ઉઘરાણી કરતા આ તરુણોએ તેને પતાવી દેવાના હેતુથી ગોળીબાર કર્યો હતો. બાદમાં હુમલાખોરો નદીમ નું મોટરસાયકલ અને મોબાઈલ લઈને નાછી છૂટ્યા હતા પણ ગભરાટમાં પોતાનું વાહન ઘટના સ્થળે છોડતા ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર એ ઘટનાની દસ મિનિટ પછી આ સગીરોએ જ્યોતિનગરમાં પણ રાહુલ નામના એક શખ્સના ઘર પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ બંને ઘટનાઓમાં કુલ પાંચ શખ્સોની ધરપાટા કરવામાં આવી હતી. તેમાંથી ત્રણ સગીરો પાસેથી દેશી બનાવટની પિસ્તોલો મળી આવી હતી.