દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઇક્કીસ : જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલઝ, અપડેટ આવી સામે
દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઇક્કીસ માટે દર્શકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. થિયેટર બાદ ઇક્કીસ ઓટીટી પર ક્યાં રિલીઝ થશે તેની માહિતી હવે સામે આવી છે.
ઇક્કીસ એક વોર-બેઝ્ડ ફિલ્મ છે, જેને શ્રીરામ રાઘવન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. જો દર્શકો ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મને મોટા પડદા પર જોવામાં ચૂકી જાય, તો પછી તેઓ તેને ઓટીટી પર જોઈ શકશે. ઇક્કીસ થિયેટ્રિકલ રન પછી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો :રાજકોટમાં ફરજ બજાવતાં પોલીસમેનના પિતાની દોઢ કરોડની જમીન પર કબજો: કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
રિપોર્ટ મુજબ, ફિલ્મના ઓટીટી રાઇટ્સ પ્રાઇમ વીડિયોએ ખરીદ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ થિયેટ્રિકલ રન બાદ 6 થી 8 અઠવાડિયામાં ઓટીટી પર રિલીઝ થાય છે. આ રીતે જોવામાં આવે તો ઇક્કીસ ફેબ્રુઆરી 2026 સુધી ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. જોકે, હજી સુધી તેની અધિકૃત પુષ્ટિ થઈ નથી. સાથે જ ઇક્કીસની ઓટીટી ડીલ કેટલી રકમમાં થઈ છે તેની માહિતી પણ હજી જાહેર થઈ નથી.
ઇક્કીસ એક સચ્ચી ઘટનાથી પ્રેરિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા લીડ રોલમાં છે. તેમણે ભારતના સૌથી યુવા પરમવીર ચક્ર વિજેતા, સેક્નડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સેક્નડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની કહાની દર્શાવવામાં આવી છે. તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
