૧૮મીએ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ : ભારતમાં નહી દેખાય
૨૦૨૪નાં વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જેની અસર સમગ્ર વિશ્વમાં પડશે. આ ચંદ્રગ્રહણ કુલ 4 કલાક અને 4 મિનિટ સુધી ચાલશે. આ આંશિક ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તે યૂરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે.
વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25 માર્ચ 2024ના રોજ થયું હતું. તે જ સમયે, બીજુ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર, બુધવારે થશે. આ સિવાય 8 એપ્રિલ સોમવારના રોજ પ્રથમ સૂર્યગ્રહણ થયું હતું. બીજુ સૂર્યગ્રહણ 2જી ઓક્ટોબર બુધવારના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ દરમિયાન ચંદ્રનો એક નાનો ભાગ જ ઊંડા પડછાયામાં પ્રવેશ કરશે.