ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી 96 લાખ પડાવ્યા બાદ 38 લાખ પરત કરી બાકીની રકમનું બુચ મારી દીધું
માર્કેટિંગ યાર્ડમાં રોકાણના નામે કોટક મહિન્દ્રા બેન્ક મેનેજર શૈલેષભાઈ બાબુભાઈ ભલસોડ સાથે માર્કેટીંગ યાર્ડના એજન્ટ સુરેશ રઘુભાઈ સભાડે રૂ.૫૮ લાખની છેતરપિંડી કરતાં ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સુરેશ રઘુભાઈ સભાડની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
સોરઠીયાવાડી સર્કલ પાસે સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતાં જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઈન રોડ પર ભાડે રહેતા શૈલેષભાઈ બાબુભાઈ ભલસોડે ફરિયાદમાં જણાવ્યું કે, સુરેશ સભાડનું એકાઉન્ટ તેની બેંકમાં હોવાથી તેને અવારનવાર મળતા હોય મિત્રતા થઈ હતી. ૨૦૨૨માં આરોપીએ મારે માર્કેટીંગ યાર્ડમાં ટ્રેડીંગનો ધંધો છે. જો તમારી પાસે પૈસા હોય તો રોકાણ કરો હું તમને સારુ વળતર આપીશ તેમ કહી તા. ૧૪-૪-૨૨થી તા. ૩૧-૭-૨૩ સુધીમાં તેણે આરોપીને અલગ-અલગ પ્રકારની અનસિક્યોર લોન કરાવવા ઉપરાંત સંબંધી મનસુખભાઈ પાસેથી લીધેલા રૂા. ૮૦ લાખ મળી રૂા. ૮૬ લાખ આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તેમજ રૂા. ૧૦ લાખ અલગ-અલગ દિવસે તેની બેંકની બહાર આપ્યા હતાં. આમ કુલ રૂા. ૯૬ લાખમાંથી આરોપીએ જુલાઈ ૨૦૨૩ સુધીમાં કુલ રૂા. ૩૮ લાખ પરત આપી દીધા હતા. જ્યારે ૫૮ લાખ લેવાના બાકી હતા જે પરત નહીં
આપતાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ વાય.બી. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.