કોલકત્તા દુષ્કર્મ કેસ : સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી, મમતા સરકારને લગાવી ફટકાર
કોલકત્તાની આરકે નગર હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓ મોટો સંજ્ઞાન લીધા બાદ મંગળવારે સર્વોચ્ચ અદાલતે એનકેસની ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબ થી માંડીને કોલકાતા પોલીસ દ્વારા તપાસમાં રહી ગયેલી અનેક ખામીઓ અંગે પશ્ચિમ બંગાળ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
અદાલતે તબીબી વ્યવસાયકારો પર થઈ રહેલા હુમલાઓ અને તેમની સલામતી વ્યવસ્થાની ખામીઓ પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી આવી ઘટનાઓ અટકાવવા માટે અને તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટાસ્કફોર્સની રચના કરી હતી. સર્વોચ્ચ અદાલતે 22 ઓગસ્ટ સુધીમાં દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ નો રિપોર્ટ સોપવા સીબીઆઈને અને હોસ્પિટલમાં થયેલી તોડફોડ અંગેની તપાસ નો સ્ટેટસ રિપોર્ટ આપવા માટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે.
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેડી પાર્ટી વાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી દરમિયાન અનેક મુદ્દાઓને આવરી લીધા હતા. ચીફ જસ્ટીસે કહ્યું કે તબીબી વ્યવસાયકારો હિંસા નો ભોગ બની રહ્યા છે. લિંગ ભેદભાવને કારણે મહિલા તબીબો વધુ નિશાન બને છે. હવે જ્યારે વધુને વધુ મહિલાઓ ફરજોમાં જોડાઈ રહી છે ત્યારે જમીનની વાસ્તવિકતા બદલવા માટે આપણે બીજા એક દુષ્કર્માની રાહ ન જોઈ શકીએ. સર્વોચ્ચ અદાલતે દેશની હોસ્પિટલોની માળખાગત સુવિધાઓ તેમ જ અપર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
સર્વોચ્ચ અદાલતે કર્યા આ તીખા સવાલો
શા માટે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોપાયો તેની છેક ત્રણ કલાક પછી ફરિયાદ નોંધાઇ?
પ્રિન્સિપાલ શું કરતા હતા? આવો ગંભીર ગુના બન્યા છતાં ફરિયાદ નહોતી નોંધાઈ. વાલીઓને મૃતદેહ વિલંબ થી સોંપવામાં આવ્યો હતો. એક ગંભીર પ્રકારનો ગુનો હોસ્પિટલમાં બન્યો હતો. આ લોકો કરતા શું હતા? તોફાનીઓને હોસ્પિટલમાં તોડફોડ કરવાની મંજૂરી આપતા હતા?
ઓટોપ્સી બપોરે 1:45 થી 4:00 વાગ્યા વચ્ચે થઈ. એક તબીબની હત્યા થઈ હતી છતાં ફરિયાદ વિલંબથી નોંધાઈ. એ સમય દરમિયાન હોસ્પિટલ બોર્ડ અને પ્રિન્સિપલ કરતાં શું હતા?
રાજીનામું આપનાર પ્રિન્સિપાલ તપાસના દાયરામાં છે અને પૂછપરછ ચાલુ છે ત્યારે તેમને બીજી હોસ્પિટલમાં ફરજ કઈ રીતે સોંપાઇ?