જાણો ક્યાં રાજ્યમાં લોકસભાની કુલ કેટલી બેઠક…
પ્રથમ તબક્કાના મતદાનને બે દિવસ બાકી: શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપોના આદાન-પ્રદાન
પ્રચારયુદ્ધમાં ભાજપ અત્યારે સૌથી આગળ: સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ
વડાપ્રધાન મોદી, વિપક્ષના રાહુલ ગાંધી સહિતના નેતાઓ પણ સતત પ્રચાર કરી રહ્યા છે
લોકસભા-૨૦૨૪ની પ્રતિષ્ઠાભરી બની રહેલી ચૂંટણીનો રંગ બરાબર જામતો જાય છે. સાત તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણી માટે અત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા સઘન પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શાસક અને વિપક્ષના નેતાઓ દ્વારા એકબીજા સામે આક્ષેપો અને આરોપોના આદાન-પ્રદાન થઇ રહ્યા છે. લગભગ તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોની ધડકનો વધી ગઇ છે.
૧૯મી એપ્રિલે ૨૧ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.આમ તો દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ અને કેટલીક મજબૂત ગણાતી પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે સ્પર્ધા રહી છે તો કોઇ રાજ્યોમાં બહુકોણીય ચૂંટણી જંગ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક અલગ અલગ રાજ્યોના પ્રવાસ કરીને સભાઓ ગજાવી રહ્યા છે. એમના કેબિનેટના સાથીઓ અને ભાજપના ટોચના નેતાઓ પણ દેશભરમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ વતી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પણ પચારમાં લાગેલા છે. ચૂંટણીનો પ્રથમ તબક્કો ૧૯મી એપ્રિલના રોજ યોજાવાનો છે અને ૨૧ રાજ્યમાં કુલ ૧૦૨ બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. માહોલ બરાબર જામતો જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `અબકી બાર ૪૦૦ પાર’નું સુત્ર તરતું મૂક્યું છે અને પ્રચારમાં અત્યારે ભાજપ જ સૌથી આગળ રહેલો દેખાય છે. જો કે દરેક ચૂંટણીમાં પ્રચારમાં ભાજપ જ શિરમોર હોય છે. આ વખતે દક્ષિણના રાજ્યોનો વડાપ્રધાને સઘન પ્રવાસ કર્યો છે
અને હજુ પણ તેઓ ત્યાં જવાના છે. પૂર્વ અને ઉત્તર ભારતમાં ભાજપ મજબૂત છે પણ હવે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ વધુમાં
વધુ બેઠકો મેળવવાનું પ્લાનિંગ થયું છે અને તે મુજબ પ્રચારની આંધી ચલાવવામાં આવી રહી છે. આ વખતે દક્ષિણ ભારતમાંથી ભાજપને સારો એવો લાભ મળી શકે છે તેમ ચૂંટણી નિષ્ણાતો પણ કહી રહ્યા છે.