ટ્રમ્પને મારી નાખો,ભારત પર પરમાણુ હુમલો કરો, ઇઝરાયેલને સળગાવી દો : અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર કરનારના શસ્ત્રો પર ઝેરી લખાણ
બુધવારે સવારે અમેરિકાના મિનેપોલિસના અન્યુન્સિએશન કેથોલિક સ્કૂલ ખાતે ચર્ચ સેવા દરમિયાન એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બે બાળકોના મોત થયા હતાં અને 17 અન્ય લોકો ઘાયલ થયા હતા. શૂટરની ઓળખ 23 વર્ષીય રોબિન વેસ્ટમેન તરીકે થઈ છે. હુમલાખોર પોતે પણ ઘટના બાદ પાર્કિંગ લોટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે વેસ્ટમેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

વેસ્ટમેન, જેનું નામ 2020માં રોબર્ટથી બદલીને રોબિન કરવામાં આવ્યું હતું કારણ કે તે પોતાને સ્ત્રી તરીકે ઓળખતો હતો, તેણે આ હુમલામાં રાઈફલ, શોટગન અને પિસ્તોલ સહિત ત્રણ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો અને ડઝનબંધ ગોળીઓ ચલાવી હતી. હુમલા પહેલાં, વેસ્ટમેનના યુટ્યુબ ચેનલ “રોબિન ડબલ્યુ” પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં શસ્ત્રો, દારૂગોળો અને લોડેડ મેગેઝિન્સ દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં શસ્ત્રો અને મેગેઝિન્સ પર લખેલા ધમકીભર્યા સંદેશાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત અને ઇઝરાયેલ વિરુદ્ધ આક્રોશ દર્શાવતા શબ્દો સામેલ હતા. આ ઉપરાંત, અન્ય શાળા શૂટિંગના ગુનેગારોના નામ અને કેટલાક સંદેશાઓ સિરિલિક લિપિમાં લખાયેલા હતા. વેસ્ટમેને એક નાનું શસ્ત્ર બતાવતા કહ્યું હતું, “આ મારા માટે છે, જો મને જરૂર પડે તો.”
આ પણ વાંચો : યુપીના સંભલમાં હિન્દુઓની વસતિ 45 થી ઘટી 20 ટકા થઈ : રમખાણો અંગે તપાસ બાદ પંચનો અહેવાલ
વેસ્ટમેને તેના પરિવારને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં આ ઘટનાને કારણે તેમના પર પડનારી અસર બદલ માફી માંગવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને શોકની ઘટના ગણાવી અને દેશભરમાં અમેરિકન ધ્વજ અડધી ઊંચાઈએ લહેરાવવાનો આદેશ આપ્યો હતો.
શસ્ત્રો પર લખાયેલા સંદેશાઓ
- ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો
- ટ્રમ્પને હવે મારો
- “ઇઝરાયેલનું પતન થવું જોઈએ
- ઇઝરાયેલને બાળી નાખો
- ભારત પર પરમાણુ હુમલો કરો
- તમારો ભગવાન ક્યાં છે?
- એક શસ્ત્ર પર લખ્યું હતું, “બાળકો માટે”.
