ખડગે ખોટા નિવેદનોથી ભ્રમ ફેલાવે છે : ચૂંટણી પંચ
મતદાનના ડેટા સંદર્ભે આરોપ લગાવનાર કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, તેમના નિવેદનોથી ખોટો ભ્રમ ફેલાય છે અને નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ આવે છે.
બે દિવસ પહેલાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મતદાનના આંકડા પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને અપીલ કરી હતી કે બધા મળીને મતદાનના આંકડા પર સવાલ ઊભા કરો, કેમ કે અમારો ઉદ્દેશ બંધારણની સુરક્ષા અને લોકતંત્રની રક્ષા કરવાનો છે.ખડગેએ પત્રમાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અમારા લોકતંત્ર અને બંધારણને બચાવવાની લડાઈ છે. લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો અને પંચને જવાબદેહી બનાવવાનું સામૂહિત કર્તવ્ય છે.
