ધરપકડ અને રિમાન્ડને કેજરીવાલનો હાઇકોર્ટમાં પડકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ અને ઇડી દ્વારા લેવાયેલા રિમાન્ડને ગેરકાયદે ગણાવી દિલ્હી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. કેજરીવાલે આ મામલાની સુનાવણી તાત્કાલિક એટલે કે રવિવારે કરવા પણ માંગણી કરી છે.
અરવિંદ કેજરીવાલને ઇડીએ દિલ્હીની કોર્ટમાં રજુ કરીને ૨૮ તારીખ સુધી રિમાન્ડ ઉપર લીધા છે. ;બીજી બાજુ આપના કાર્યકરોએ આજે દિલ્હીમાં દેખાવો યોજ્યા હતા અને કેજરીવાલના છુટકારાની માંગણી કરી હતી.