કેજરીવાલે વચગાળાના જામીન સાત દિવસ વધારવા અરજી કરી
દિલ્હી લીકર પોલિસી કેસમાં વચગાળાના જામીન મેળવનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એ જામીન ની મુદત સાત દિવસ વધારી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં જણાવ્યા મુજબ જેલવાસ દરમિયાન તેમનું સાત કિલો વજન ઘટ્યું હોવાથી તબીબોએ તેમને PET – CT સ્કેન સહિતના ટેસ્ટ કરાવવા માટે સૂચન કર્યું છે. એ બધા ટેસ્ટમાં સાત દિવસનો સમય લાગવાનો હોવાથી મુદત વધારા માટે અરજી કરી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે દસમી મે એ 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. એ મુદત પહેલી જૂને પૂરી થાય છે અને બે જૂનના રોજ કેજરી વાલે આત્મ સમર્પણ કરવું પડશે.
