અનંતનાગના ગાઢ જંગલોમાં રાતભર ફાયરિંગ, ચારેકોરથી ઘેરાયા આતંકી, જવાનોની 10 ટીમોનું ઓપરેશન યથાવત
કશ્મીરના અનંતનાગના ગાઢ જંગલોમાં વીર જવાનો અને આતંકીઓ વચ્ચેનું ગોળીયુધ્ધ ચાલુ જ રહ્યું હતું અને 5 માં દિવસે પણ જવાનોએ આતંકીઓને શોધવા માટેની કવાયત ચાલુ રાખી હતી.
શનિવારે રાતભર જવાનોએ ફાયરિંગ યથાવત રાખ્યું હતું અને આતંકીઓને ભરી પીવા માટે હવે ખાસ ડ્રોન હેરોન ઊતારવામાં આવ્યું છે. જવાનોની 10 ટીમો ચારેકોર ફેલાઈ ગઈ છે.
આ ખાસ ડ્રોનની ખાસિયત એ છે કે તે આતંકીને શોધી લે છે અને તરત જ તેનો ખાતમો પણ કરે છે. આતંકીઓના સફાયા માટે તેનો ઊપયોગ શરૂ થયો છે ત્યારે હવે આતંકીઓ બચી શકે એમ નથી.
કોકરનાગના ગાઢ જંગલોમાં હજુ પણ બે આતંકી સંતાયા હોવાની શંકા છે અને બધા જવાનો તેમણે શોધી રહ્યા છે. જંગલોમાં થોડી થોડી વારે ફાયરિંગ થઈ રહ્યું હતું.