કરો જલસા! ચીઝ, સાબુ, કાર અને AC સહિત આટલી ચીજો સસ્તી : દુકાનદાર જૂના ભાવે માલ વેચે તો અહીં કરી શકશો ફરિયાદ
GST કાઉન્સિલે લકઝરી પ્રોડક્ટ્સ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ GST લાગુ કર્યો છે. આ સ્પેશિયલ સ્લેબ 40 ટકા GSTનો છે. તમાકુ, આલ્કોહોલ, એરેટેડ ડ્રિંક્સ, લકઝરી પ્રોડક્ટ્સ પર હવેથી 40 ટકા GST લાગુ થશે. જો કે 99 ટકા ચીજો સસ્તી થઈ છે અને આજથી તેનો અમલ શરૂ થયો છે.
આજથી GSTના દર ઘટાડાના અમલની પૂર્વ સંધ્યાએ રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજથી GSTના દર ઘટાડા સાથે દેશમાં બચત ઉત્સવ શરૂ થયું છે અને હું કરોડો દેશવાસીઓને શુભકામના પાઠવું છું. બચત ઉત્સવમાં લોકોની બચત વધશે અને પોતાની પસંદની ચીજો સરળતાથી અને સસ્તા ભાવે ખરીદી શકાશે. આ બચત ઉત્સવથી બધાને ઘણો ફાયદો થશે અને સૌના મોઢા મીઠા થશે સાથોસાથ દેશના વિકાસને ગતિ મળશે.
આ ચીજો સસ્તી
- ટૂથપેસ્ટ, સાબુ અને શેમ્પૂ
- બિસ્કિટ, નાસ્તા અને જ્યુસ જેવા પેકેજ્ડ ખોરાક
- ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ્સ
- સાયકલ અને સ્ટેશનરી
- ચોક્કસ કિંમત સુધીના કપડાં અને જૂતા
- એર કંડિશનર
- રેફ્રિજરેટર અને ડીશવોશર
- મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન
- સિમેન્ટ (બાંધકામ અને રહેઠાણ માટે મહત્વપૂર્ણ)
- વીમા સસ્તા
- સલૂન, જિમ
આ ચીજો મોંઘી ?
તમાકુ ઉત્પાદનો, દારૂ અને પાન મસાલા
ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ
પેટ્રોલિયમ ઉત્પાદનો હજુ પણ GSTના દાયરાની બહાર
જેમ્સ એન્ડ જ્વેલરી પર પણ ઊંચા દરે GST લાગુ રહેશે.
આ પણ વાંચો : અમિત શાહ આજે રાજકોટમાં : રેસકોર્સમાં સહકાર સરિતા સંમેલન હજારોની મેદની ઉમટશે,ગૃહમંત્રીના આગમન પહેલાં પોલીસનું સઘન કોમ્બીંગ
દુકાનદાર જૂના ભાવે માલ વેચે તો લોકો અહીં ફરિયાદ કરી શકે છે
* ગ્રાહક હેલ્પલાઈન નંબર 8800001915 પર મેસેજ અથવા WhatsApp મોકલીને ફરિયાદો નોંધાવો.
*રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન નંબર 1915 પર પણ ફરિયાદો નોંધાવી શકાય છે.
*1800114000 પર પણ ફરિયાદો નોંધાવી શકાય છે.
*રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન એપ અથવા ઉમંગ એપ પર પણ ફરિયાદો નોંધાવી શકાય છે.
*ગ્રાહક હેલ્પલાઈન વેબસાઇટ https://consumerhelpline.gov.in પર પણ ફરિયાદો નોંધાવી શકાય છે. આમ સરકારે પોર્ટલ લોન્ચ કર્યું છે જો દુકાનદાર જૂના ભાવે માલ વેચે તો ગ્રાહકો ફરિયાદ કરી શકે છે.
આજથી દેશમાં બચત ઉત્સવ
આજથી GSTના દર ઘટાડાના અમલની પૂર્વ સંધ્યાએ રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજથી GSTના દર ઘટાડા સાથે દેશમાં બચત ઉત્સવ શરૂ થયું છે અને હું કરોડો દેશવાસીઓને શુભકામના પાઠવું છું. બચત ઉત્સવમાં લોકોની બચત વધશે અને પોતાની પસંદની ચીજો સરળતાથી અને સસ્તા ભાવે ખરીદી શકાશે. આ બચત ઉત્સવથી બધાને ઘણો ફાયદો થશે અને સૌના મોઢા મીઠા થશે સાથોસાથ દેશના વિકાસને ગતિ મળશે.
વડાપ્રધાને કહ્યું કે, પહેલાં દેશ અલગ-અલગ ટેક્સની જાળમાં ગૂંથાયેલો હતો. દેશને આ સ્થિતિમાંથી બહાર લાવવો જરૂરી હતો. હવે દરેક ઘર, વેપારી, ગ્રાહકો, ઉત્પાદકો અને ઉદ્યમીઓ બધા માટે સરળતા થઈ છે. જરૂરિયાત સાથે રિફોર્મ પણ જરૂરી હોય છે. સમય સાથે બદલાવ જરૂરી હોય છે. એક શહેરમાંથી બીજા શહેરમાં સામાન મોકલવું કપરું હતું.
સામાન મોકલવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતો હતો. 2017માં અમે નવો ઈતિહાસ રચવાની શરૂઆત કરી અને GSTને પ્રાથમિક્તા બનાવીને રિફોર્મ સાથે ગ્રોથ સ્ટોરી ઝડપી બનાવી અને આઝાદ ભારતના સૌથી મોટા ટેક્સ રિફોર્મની શરૂઆત કરી. એમણે કહ્યું કે, આપણે વિદેશી ચીજોથી અને સામાનથી મુક્તિ મેળવવાની છે અને માત્ર મેડ ઈન ઈન્ડિયા ચીજો જ ખરીદવાની છે. દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવવાનું છે. દરેક દુકાનને સ્વદેશીથી સજાવવાની છે. જે આપણે દેશમાં જ બનાવી શકીએ છીએ તે અહીં જ બનવું જોઈએ.
એમણે કહ્યું કે, GSTમાં ઘટાડો થવાથી દેશના નાગરિકો માટે સપના પુરા કરવા વધુ સરળ થઈ ગયા છે. દરરોજ વપરાશમાં આવતી મોટી ચીજો સસ્તી થઈ છે. 99 ટકા ચીજો કાં તો કરમુક્ત થઈ છે અથવા પાંચ ટકાના સ્લેબમાં આવી ગઈ છે.
એમણે કહ્યું કે, દેશના કોટી કોટી પરિવારજનોને નેક્સ્ટ જનરેશન GST સુધારાની અને બચત ઉત્સવની હું ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. આમ થવાથી વ્યવસાય વધુ સરળ બનશે, રોકાણ વધશે અને દરેક રાજ્ય વિકાસની સ્પર્ધામાં બરાબરી કરશે. ખાસ કરીને એમએસએમઈ લઘુ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ તરફથી ઘણી અપેક્ષા છે. એ લોકો સ્વદેશી ચીજોનું વધુ ઉત્પાદન કરીને દેશનું ગૌરવ વધારી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે, હવે લોકોને ઘર બનાવવા માટે સરળતા રહેશે તેમજ ટીવી, ફ્રીઝ, સ્કૂટર, બાઈક અને કાર ખરીદવા માટે પણ ઓછો ખર્ચ કરવો પડશે અને હરવા-ફરવામાં પણ એમને ઘણી સરળતા રહેશે. અમે નાગરિક દેવો ભવઃના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારતના માર્ગે જ આપણે ચાલવાનું છે. નવરાત્રીની પણ બધાને શુભકામના.
એક વર્ષમાં લોકોને કુલ અઢી લાખ કરોડની રાહત આપી
વડાપ્રધાન મોદીએ એમ કહ્યું હતું કે, દેશમાં અમે એક વર્ષની અંદર લોકોને અને વેપારીઓને રાહત આપવા માટે ઘણી સરળતા કરી આપી છે. ઈન્કમટેક્સમાં છૂટ આપવામાં આવી અને 12 લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવી તેમજ GSTમાં ભારે મોટો ઘટાડો કરવામાં આવ્યો અને આ બન્નેને જોડીએ તો એક વર્ષમાં લોકોને રૂપિયા અઢી લાખ કરોડથી વધુની બચત થશે. આમ, લોકો અને વેપારીઓને, નોકરિયાતોને ડબલ ફાયદો થયો છે.
