એમપીમાં કોંગીમાં કજિયો, કમલનાથે અસંતુષટોને કહ્યું.. જાઓ .. દિગ્વિજયસિંહના કપડાં ફાડો !
પાર્ટીના ઢંઢેરાને જારી કરતી વખતે બંને નેતાઓ વચ્ચે ખેચાખેચી થઈ, ભાજપે વિડિયો વાયરલ કરી દીધો
એમપીમાં ચુંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રચાર ઝડપથી થઈ રહ્યો છે પણ તેની સાથે કોંગીમાં જૂથબંધી ખૂલીને સામે આવી હતી. કોંગીના બે સૌથી મોટા પાવર સેન્ટર કમલનાથ અને દિગ્વિજયસિંહ વચ્ચે તૂતૂમેમે શરૂ થઈ હતી. પાર્ટીનો ચુંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે પણ બંને વચ્ચે ખેચાખેચી થઈ હતી અને ભાજપ દ્વારા લડાઈનો વિડિયો જારી કરીને આનંદ લેવામાં આવ્યા બાદ આ લડાઈની ચર્ચા દીલ્હી સુધી પહોંચી છે.
ટિકિટ માટે રજૂઆત કરવા આવેલા કેટલાક કાર્યકરોએ રોષ ઠાલવતાં કમલનાથે એમને એમ કહી દીધું હતું કે જાઓ તમે દિગ્વિજયસિંહ અને જયવરદનસિંહના કપડાં ફાડો ! આ પ્રકારનો વિડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ તેના પર ભારે ચર્ચા શરૂ થઈ હતી અને ખુલ્લંખુલ્લા જંગ શરૂ થતાં વાત હાઇકમાંડ સુધી પોહચી છે.
ભાજપના હેન્ડલથી આ વિડિયો શેર થયા બાદ નવેસરથી ચર્ચા જાગી પડી હતી. એક જ મંચ પર બે ટોચના નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી બધાએ સાંભળી અને જોઈ હતી.