જેટ એરવેઝના માલિક નરેશ ગોયલની રૂ.538 કરોડની સંપતિ જપ્ત
બેન્ક સાથે છેતરપિંડી અંગેના કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. જેટ એરવેઝના માલિક નરેશ ગોયલની રૂ.538 કરોડની સંપતિ જપ્ત કરી લીધી હતી. આ પહેલા તા.31 ઓક્ટોબરે નરેશ ગોયલ સહિત અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
આ મામલો કેનરા બેન્ક સાથે રૂ.538 કરોડની છેતરપિંડી અંગેનો છે. પહેલી સપ્ટેમ્બરે નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. ગોયલની સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ-અલગ કંપની અને વ્યક્તિઓના નામે 17 જેટલા ફ્લેટ અને બંગલા તેમજ કોમર્શિયલ કેમ્પસ ખરીદવામાં આવ્યા હતા અને આ બધા જપ્ત કરવામાં આવ્યા હતા.