કંગના સામે બિનજામીનલાયક વોરંટ જારી કરવા જાવેદ અખતરની માંગ
અદાલતના આદેશ છતાં સુનવણીમાં ઉપસ્થિત ન રહ્યા
બદનક્ષીના એક કેસની સુનાવણીમાં વારંવાર ગેરહાજર રહેતા મંડીના ભાજપના મહિલા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામે બિનજામિન લાયક વોરંટ જારી કરવા ફરિયાદી જાવેદ અખ્તરના વકીલે અદાલતમાં અરજી આપી હતી.
વર્ષ 2016 માં કંગના રનોધ અને રિતિક રોશન વચ્ચે પણ અણબનાવ બન્યા બાદ બંને વચ્ચે સમાધાન માટે જાવેદ અખ્તરના નિવાસ્થાને બેઠક મળી હતી. એ બેઠક અંગે કંગનાએ બાદ મેં કરેલા નિવેદનો બદનક્ષીજનક હોવાનું જણાવી જાવેદ અખ્તરે તેની સામે કેસ કર્યો હતો. વળતા પગલાં તરીકે તેણે પણ જાવેદ અખ્તર સામે ફરિયાદ નોંધાવી હતી પરંતુ અદાલતના આદેશને પગલે એ ફરિયાદ પરની કાર્યવાહી પર રોક લાગી ગઈ હતી.
બાદમાં કંગના રનૌતે કેસની સુનાવણી માં કાયમી ધોરણે અદાલતમાં હાજર રહેવામાંથી મુક્તિ માંગતી અરજી કરી હતી જે ટ્રાયલ કોર્ટ,સેશન્સ કોર્ટ અને છેલ્લે મુંબઈ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. એ પછી પણ રનૌત અદાલતમાં હાજર ન રહેતા 2021 માં તેમની સામે જામીને લાયક વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એ સમયે રનૌત હાજર થતા વોરન્ટ રદ કરવામાં આવ્યું હતું.
દરમિયાનમાં શનિવારે ફરી એક વખત કંગના અદાલતમાં ઉપસ્થિત ન રહેતા જાવેદ અખ્તરના વકીલે તેમની સામે બિનજામીન લાયક વોરંટ જારી કરવા માંગણી કરી હતી. રનૌત ઇરાદાપૂર્વક કેસ લંબાવ્યે રાખતા હોવાની જાવેદ અખતરના વકીલે અદાલત સમક્ષ રજૂઆત કરી હતી.જોકે અદાલતે હાલ પૂરતો તેના પર કોઈ નિર્ણય આપ્યો નથી. કંગના રનૌતના વકીલે તેમના અસીલ 9 સપ્ટેમ્બર 2024 ની આગામી સુનવણી સમયે ઉપસ્થિત રહેશે તેવી ખાતરી આપી હતી.