જાપાનમાં ફરી એકવાર ધરા ધ્રુજી, જુઓ કેટલી તીવ્રતા હતી
જાપાનમાં ફરી એકવાર ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાઈન્સેઝએ કહ્યું કે, રવિવારના રોજ જાપાનના હોંશૂ પશ્ચિમી તટ પાસે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગળ પણ ભૂકંપની ચેતવણી આપવામાં આવી છે.
હાલ ભૂકંપ બાદ કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. 1 જાન્યુઆરીથી સતત જાપાનમાં ભૂકંપની ઝાટકા અનુભવાઈ રહ્યા છે. શનિવારના રોજ રાત્રે 11:20 વાગ્યે જાપાનના નોટો દ્વીપકલ્પમાં 4.4 તીવ્રતા ભૂકંપ આવ્યો હતો.
જાપાનમાં 1 જાન્યુઆરીના રોજ 7.6 તીવ્રતાના ભૂકંપથી જાનમાલને ભારે થયું હતું. ઘણી જગ્યાએ આગ લાગી ગઈ હતી, દુકાન-મકાનોને નુકસાન પહોંચ્યું હતું. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 126 લોકોના મોત થઈ ચુક્યા છે.