January 2025 : ધમાકેદાર હશે વર્ષ 2025ની શરૂઆત, આ સિરીઝ અને ફિલ્મો જાન્યુઆરીમાં મચાવશે ધૂમ
ફિલ્મ અને વેબ સીરિઝનેએ લઈને લોકોનો ક્રેઝ વધતો જાય છે. લોકો નવી ફિલ્મો જોવા માટે પણ આતુર હોય છે તેમજ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી ફિલ્મો વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે. ત્યારે વર્ષ 2025ની શરૂઆત ધમાકેદાર થશે. જાન્યુઆરીમાં, ઘણી રસપ્રદ ફિલ્મો અને સીરિઝ થિયેટરોમાં તેમજ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જાણીએ ફિલ્મ અને વેબ સીરિઝ વિશે.
બ્લેક વોરંટ

નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘બ્લેક વોરંટ’ સુનીલ ગુપ્તા અને સુનેત્રા ચૌધરીના પુસ્તક ‘બ્લેક વોરંટઃ કન્ફેશન્સ ઓફ એ તિહાર જેલર’ પર આધારિત છે. આ શ્રેણી 10 જાન્યુઆરી, 2025 ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

‘પાતાલ લોક’

‘પાતાલ લોક’ની બીજી સિઝન 17 જાન્યુઆરી, 2025થી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
મિશન: ઇમ્પોસિબલ – ડેડ રેકનીંગ

એક્શન થ્રિલર ‘મિશન: ઇમ્પોસિબલ – ડેડ રેકનિંગ’ 11 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવશે.
શાર્ક ટેન્ક ઈન્ડિયા 4

‘શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 4’ 6 જાન્યુઆરી, 2025 થી OTT પ્લેટફોર્મ Sony Liv પર સ્ટ્રીમ થશે. પ્રખ્યાત યુટ્યુબર ગૌરવ તનેજા તેના પ્રારંભિક એપિસોડમાં ફ્લાઈંગ બીસ્ટ નામ સાથે જોવા મળશે.
‘ડોન્ટ ડાઇ’

અમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન બ્રાયન જોન્સનના જીવન પર આધારિત ‘ડોન્ટ ડાઇ’ આવતા વર્ષે 1 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.
‘ધ રોશન્સ’

‘ધ રોશન્સ’ નવા વર્ષમાં ઓટીટીને ટક્કર આપશે. આ ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર આવશે. તમે તેને 17 જાન્યુઆરી 2025 થી OTT પર જોઈ શકો છો.