જાનવી કપૂરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કર્યું ડેબ્યૂ, એક્ટ્રેસનો બનારસી લુક જોઈને ફેન્સને શ્રીદેવીની યાદ આવી
હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ચાલી રહ્યો છે. ભારતની તેમજ બોલિવૂડની બ્યુટીફુલ એક્ટ્રેસ કાન્સ ફેસ્ટિવલમાં પોતાનો ઝલવો બતાવી ચૂકી છે ત્યારે આજે જાહ્નવી કપૂરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ગોર્જિયસ લુક ફેન્સના દિલ જીતી લીધા હતા. લોકોમાં પોતાની અભિનય અને ફેશન માટે પ્રખ્યાત બનેલી આ અભિનેત્રી હવે વૈશ્વિક મંચ પર પોતાની ફેશનેબલ શૈલીથી ચર્ચામાં આવી છે.

જાહ્નવી કપૂરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કર્યું ડેબ્યૂ
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે મંગળવાર, 20 મેના રોજ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લોકબસ્ટર ડેબ્યૂ કર્યું. તે તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલા ગુલાબી રંગના આઉટફિટમાં જોવા મળી હતી, જે બનારસમાં બનાવવામાં આવ્યો હતો અને આ આઉટફિટ હેન્ડમેટ છે. તેમની સાથે ફિલ્મ નિર્માતા કરણ જોહર, નીરજ ઘાયવાન, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

‘હોમબાઉન્ડ’ પ્રીમિયર પહેલા, જાહ્નવી કપૂરે કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો. જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર કાન્સમાં પોતાના ડેબ્યૂની ઝલક પણ શેર કરી અને કેપ્શન આપ્યું, ’78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોમબાઉન્ડ.’ તસવીરોની શ્રેણીમાં, જાહ્નવી ફ્રેન્ચ નદીના કિનારે તેના ગુલાબી આઉટફિટ પહેરીને અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે.
પિન્ક આઉટફિટ અને માથે દુપટ્ટો

જાહ્નવી કપૂરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલ કસ્ટમાઇઝ્ડ ગાઉન પહેરીને એન્ટ્રી કરી. આ ગાઉનની ખાસ વાત એ હતી કે તે બિલકુલ સાડી જેવો દેખાતો હતો, પણ તે એક સ્કલ્પટેડ ડ્રેસ હતો. આ સોફ્ટ પિંક રંગના ગાઉનનો ઉપરનો ભાગ ફીટેડ કોર્સેટ હતો અને નીચેના ભાગમાં લાંબો ટ્રેઇલ સ્કર્ટ હતો. જ્હાન્વીનો આખો ગાઉન પ્લીટેડ પેટર્નનો હતો

લુક જોઈને ફેન્સને શ્રીદેવીની યાદ આવી
જ્હાન્વી પર પર્લ જ્વેલરી ખૂબ જ સુંદર લાગતી હતી. જાહ્નવીનો ડ્રેસ જેટલો અદ્ભુત હતો, તેટલી જ તેની જ્વેલરી પણ એટલી જ અદ્ભુત હતી. આ ડ્રેસ સાથે જાહ્નવીએ પર્લ જ્વેલરી પહેરી હતી. તેણીએ ગળાનો હાર અને નાની ઇયરિંગ્સ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો. અભિનેત્રીએ હળવા મેકઅપ અને અદભુત હેરસ્ટાઇલથી પોતાનો લુક પૂર્ણ કર્યો. આ લુકમાં જ્હાન્વી એટલી અદ્ભુત લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. જાન્હવીનો લુક જોઈને ઘણા ફેન્સ અને નેટિઝન્સને તેમની માતા અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની યાદ આવી ગઈ. ઘણા ચાહકોએ કહ્યું હતું કે જાન્હવી બિલકુલ તેની માતા શ્રીદેવી જેવી દેખાઈ છે.
