જમ્મુનો કુખ્યાત ગેંગસ્ટર વિક્કી ઝડપાયો
જમ્મુ પોલીસે રવિવારે અનેક અપરાધોમાં સામેલ ખૂંખાર ગેંગસ્ટર વિક્રમજીતસિંહ ઉર્ફે વિક્કીને ઘણા લાંબા સમયની તલાશી બાદ અંતે પકડી પાડ્યો હતો. વિક્કીની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક વોરંટ જારી થઈ ચૂક્યા હતા અને તે સતત જગ્યા બદલીને ફરાર રહેતો હતો. તેની સામે ડ્રગ્સની દાણચોરી, હુમલા સહિતના અનેક અપરાધો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને 15 જેટલા ગંભીર અપરાધો આચરવા અંગેની ફરિયાદો તેની સામે થયેલી છે. જમ્મુ પોલીસને મોટી સફળતા મળી છે અને હવે તેની ગેંગના બીજા સભ્યો પણ પોલીસના હાથમાં આવી જશે તેમ માનવામાં આવે છે.