રાજસ્થાનના રતનગઢમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ : પાઇલટ સહિત 2 લોકોના મોત, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાંથી પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે રાજસ્થાનમાં વિમાન દુર્ઘટના થઈ હતી. ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં એક લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. ઘટનાસ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ગ્રામજનોની માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા.
A Jaguar fighter aircraft of the Indian Air Force has crashed near Churu district of Rajasthan. More details awaited: Defence Sources pic.twitter.com/CYbHIyQLPl
— ANI (@ANI) July 9, 2025
બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ
ક્રેશ સ્થળ પર જેટનો કાટમાળ વેરવિખેર જોવા મળ્યો હતો, જેમાં આગ લાગી હતી. ફાઇટર જેટ ક્રેશ થયાના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવાની છે, જેથી સ્થળને સીલ કરી શકાય અને તપાસ શરૂ કરી શકાય. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી, જેને ગામલોકોએ જાતે જ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

ક્રેશ થયેલ વિમાન ભારતીય વાયુસેનાનું જગુઆર છે. મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં હંગામો મચી ગયો. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવાની છે, જેથી સ્થળને સીલ કરી શકાય અને તપાસ શરૂ કરી શકાય.
ગ્રામજનોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી. જેને ગામલોકોએ જાતે જ ઓલવવાનો પ્રયાસ કર્યો. ઘટનાના વિગતવાર કારણો સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવશે. એવું કહેવાય છે કે વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું હતું. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું તે રણપ્રદેશ છે.
An @IAF_MCC jet has crashed in #Rajasthan’s Churu district.
— Mariam Malik (ڈکٹیٹر) ✨⚔️🇵🇰 (@DictatorMarri_) July 9, 2025
2 Pajeets successfully dispatched to hell…. pic.twitter.com/SQtMUlI4MV
ચુરુ એસપી જય યાદવે જણાવ્યું હતું કે સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ઝાડ પર પડ્યું છે. જેના કારણે ઝાડ પણ બળી ગયું છે. ઘટનાસ્થળેથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સેનાની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં સેનાની ટીમ દ્વારા વિમાનનો કાટમાળ એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : કટકે કટકે વરસેલા 20 ઈંચ વરસાદથી રાજકોટમાં પડી ગયા 1723 ખાડા ! 48 કિલોમીટર સુધીના રસ્તાને નુકસાન
અગાઉ ગુજરાતના જામનગરમાં જગુઆર ક્રેશ થયું હતું
આ પહેલા 2 એપ્રિલ 2025 ના રોજ ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જામનગરમાં જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે બે સીટરનું હતું. આ વિમાન રાત્રે ક્રેશ થયું હતું.
વિમાન દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. વિમાન ઉડાન ભરતાની સાથે જ આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે જગુઆર ફાઇટર જેટને SEPECAT જગુઆર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ અગાઉ બ્રિટિશ અને ફ્રેન્ચ વાયુસેના દ્વારા કરવામાં આવતો હતો.