જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
ટીમ ઈન્ડિયાના વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગુરૂવાર (22 JANUARY)થી રાજકોટમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં આમને-સામને રમશે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થયો તો આ બન્ને રાજકોટમાં રમતાં જોવા મળશે. ગુરૂવારથી નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમ વચ્ચે રણજી ટ્રોફીની મેચ શરૂ થઈ રહી છે.
ગિલ અત્યાર સુધી આ વખતની સીઝનની એક પણ રણજી ટ્રોફી મેચ રમ્યો નથી. તેનો પાછલો મુકાબલો ગત સીઝનમાં કર્ણાટક વિરુદ્ધ થયો હતો. જ્યારે જાડેજાએ પણ માત્ર એક મેચ રમી છે જેમાં તે સૌરાષ્ટ્ર વતી મધ્યપ્રદેશ સામે રમ્યો હતો. બન્ને ટીમને પોતાના અનુભવી ખેલાડીઓની જરૂર છે.
આ પણ વાંચો :અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
સૌરાષ્ટ્ર અને પંજાબ બન્નેએ પાછલી પાંચ મેચમાંથી માત્ર એક-એક જીત મેળવી છે અને ગ્રુપ-બીના પોઈન્ટ ટેબલમાં ચોથા અને છઠ્ઠા ક્રમે છે. હાલ કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી નથી સાથે જ રવિન્દ્ર-ગિલ ટી-20 વર્લ્ડકપ ટીમનો હિસ્સો પણ નથી આવામાં ગિલ અને જાડેજા રણજી ટ્રોફી માટે ઉપલબ્ધ રહી શકે છે.
