રોહિતને ‘જાડિયો’ કહેનારી મોહમ્મદ શમાનું ઘર બહાર નીકળવું મુશ્કેલ !!
બહાર નીકળે એટલે તુરંત જ ઘેરાઈ જાય છે
કોંગ્રેસ પ્રવક્તા શમ મોહમ્મદે રોહિત શર્માને લઈને એક એવું નિવેદન આપ્યું કે હવે તેનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. મોહમ્મદ શમાએ રોહિતને જાડિયો અને એક અનફિટ ખેલાડી કહ્યો હતો.
સોશ્યલ મીડિયા પર શમા મોહમ્મદનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શમા મોહમ્મદને પત્રકારોએ ઘેરી લીધાં હતા. શમાને સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે તમે આવું બોલી જ કેવી રીતે શકો ? શમા જવાબ આપે છે કે મારા નિવેદનને મારા પક્ષ (કોંગ્રેસ) સાથે ન જોડો. આ મારો વ્યક્તિગત મામલો છે. વીડિયોમાં જોવા મળે છે કે શમા આ દરમિયાન અત્યંત પરેશાન થઈ ગયા હતા.
આખાયે મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે શમાએ રોહિત શર્માને ખેલાડી તરીકે અનફિટ અને કેપ્ટન તરીકે હલકી ગુણવત્તાનો ગણાવ્યો હતો. આ પછી દુનિયાભરના ક્રિકેટરસિકોએ તેની ટીકા શરૂ કરી હતી.