ભારતીય છાત્રો માટે કેનેડા જવાનું વધુ મુશ્કેલ બનશે, વાંચો કારણ
- સ્ટુડન્ટ વિઝા માં 35% નો ઘટાડો
કેનેડા સરકારે નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી અંતર્ગત સ્ટુડન્ટ વિઝા માં 35 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરતા કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને ઝાટકો લાગ્યો છે.
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મીલરે આ ફેરફાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ઘસારાને રોકવા માટે તેમજ શૈક્ષણિક સંસ્થાકીય ખામીઓ દૂર કરવા માટે લીધો હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2024 માટે કેનેડા સરકાર દ્વારા 3.60 લાખ સ્નાતક અભ્યાસ પરમિટ ફાળવવામાં આવશે. આંકડો 2023 કરતા 35 ટકા ઓછો છે.
નોંધનીય છે કે વર્ષ 2022માં કેનેડામાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 41 ટકા હિસ્સો ભારતના વિદ્યાર્થીઓનો હતો. 2023 માં ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા પરંતુ હવે આ નવી નીતિને કારણે ભારતના વિદ્યાર્થીઓ માટે કેનેડા જવાનું મુશ્કેલ બનશે.