ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
હમાસના ઠેકાણા પર જ હુમલાનો ઇઝરાયલનો દાવો, હવાઈ અને ગ્રાઉન્ડ એટેક બંને ચાલુ, ચારેકોર તબાહી, અનેક મકાનો જમીનદોસ્ત
ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધધનો 23 દિવસથી કોઈ અંત નથી અને ઇઝરાયલ દ્વારા ઊત્તરી ગાઝામાં હવાઈ હુમલા તેમજ જમીની હુમલા ચાલુ જ રાખવામાં આવ્યા હતા. ગાઝાના અનેક વિસ્તારો બરબાદ થયેલા દેખાય છે. જો કે ગાઝામાં હોસ્પિટલો પર હુમલા કરવામાં આવતા ભારે કરુણતા સર્જાઇ હતી.
ઇઝરાયલે એવો દાવો કર્યો છે કે કેટલીક હોસ્પિટલોમાં આતંકીઓ સંતાયા છે અને હમાસે પોતાના મથક બનાવી લીધા છે માટે એવા સ્થળો પર હુમલા કરાયા છે. ગાઝાના તબીબોએ મીડિયાને એવી માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં ઇઝરાયલના આવા હુમલાઓમાં 3300 બાળકોના મોત થયા છે. કૂલ 8 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ઊતરી ગાઝાની બે મોટી હોસ્પિટલો પર ઇઝરાયલની સેનાએ જમીની અને હવાઈ હુમલા કર્યા હતા. હોસ્પિટલની આસપાસ રહતા પેલેસ્ટાઇનના લોકોને ભારે નુકસાની થઈ હતી, અનેક મકાનોને નુકસાની થઈ છે, કેટલાક મકાનો પડી ગયા હતા.
સેના ટેન્કો સાથે ગાઝાના વિસ્તારોમાં ઊતરી પડી છે. ચારેકોર હુમલા કરાઇ રહ્યા છે. હવાઈ હુમલામાં સતત બૉંબમારો કરવામાં આવી રહ્યો હતો અને તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બાળકોની સૌથી વધુ ખુવારી થઈ રહી છે.
લેબેનોન અને સિરીયા પર બૉંબમારો, હિઝબુલ્લાહના ઠેકાણા નિશાન પર
દરમિયાનમાં ઇઝરાયલની સેનાએ ગાઝા ઊપરાંત લેબેનોન અને સિરીયા પર પણ બૉંબવર્ષા ચાલુ જ રાખી હતી. સેનાના નેતાએ કહ્યું હતું કે અમે આતંકી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણાને નિશાન પર લેવાયા હતા.
બીજી બાજુ હિઝબુલ્લાહે એવો દાવો કર્યો હતો કે અમે બોર્ડર પાસે ઇઝરાયલના ડ્રોનને ફુંકી માર્યું હતું. મિસાઇલ વડે ડ્રોન તોડવામાં આવ્યું હતું.
હમાસની સુરંગો ભરાઈ જશે કેમિકલ ધુમાડાથી, સ્પોન્જ બોમ્બનો ઇઝરાયલ દ્વારા ઊપયોગ
ઇઝરયાલ હવે પોતાના કેમિકલ હથિયારોનો પણ છૂટથી ઊપયોગ કરવા માંગે છે અને હમાસને દરેક રીતે ભરી પીવા માટે તેણે જે પ્લાન બનાવ્યા છે તે બેહદ ખતરનાક લાગી રહ્યા છે. હવે ઇઝરાયલ હમાસની સુરંગો બંધ કરવા માટે સ્પોન્જ બોમ્બનો ઊપયોગ કરશે તેમ જાહેર થયું છે.
આ એવા બોમ્બ હોય છે જેના ધડાકાથી ભારે માત્રામાં કેમિકલ ફીણ નીકળે છે અને ત્યારબાદ તે પથ્થર બની જાય છે. જે આતંકી જ્યાં છુપાયેલો હોય ત્યાં જ તે પથ્થર બની જશે એટલે કે તેની આગળ દીવાલ બની જશે અને તે ગૂંગળાઈ મારી જશે.