મેનકાએ કહ્યું હતું, ઇસ્કોન ગાયોને કતલખાને મોકલે છે
ભાજપના સાંસદ મેનકા ગાંધીને ઇસ્કોન સંસ્થા દ્વારા રૂપિયા 100 કરોડની માનહાનિની નોટિસ આપવામાં આવી હતી જેને પગલે મેનકાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
બે દિવસ પહેલા મેનકાએ નિવેદન કરીને એવો ધડાકો કર્યો હતો કે ઇસ્કોન દ્વારા સૌથી વધુ ગાયોને કતલખાને મોકલવામાં આવે છે. આ નિવેદન બાદ ભારે ચર્ચા જાગી હતી.
ઇસ્કોનના કોલકતાના વાઇસ પ્રેસિડન્ટ રાધારામ દાસે મેડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે મરણકા ગાંધીની કોમેન્ટ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી અને દુનિયાભરમાં ફેલાયેલા ભક્તો ભારે દુખી થયા છે.
એમણે વધુમાં કહ્યું હતું કે મેનકા ગાંધી એક જવાબદાર નેતા છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે કોઈ પ્રમાણ વિના આવો ગંભીર આરોપ એમણે લગાવીને સંસ્થાને બદનામ કરી છે. તેઓ અણતપૂર ગૌશાળામાં ગયા હતા તેવો દાવો મેનકાએ કર્યો છે પણ ત્યાંનાં ભક્તોને આ વાતની જાણકારી જ નથી.
