Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ

Thu, March 19 2026

ઈરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર ઇઝરાયેલે કરેલા હુમલાનો બદલો લેવા માટે ઈરાને કરેલા મિસાઈલ હુમલામાં કતારમાં આવેલ વિશ્વના સૌથી મોટા એલએનજી પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. પ્લાન્ટનો કેટલોક હિસ્સો વિકરાળ અગ્નિજ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો અને નુકસાન એટલું ગંભીર છે કે તેને પુનઃકાર્યરત થવામાં લાંબો સમય લાગી શકે છે. બીજી તરફ અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ સાવચેતીરૂપે બંધ કરવામાં આવતાં ગુરુવારે ક્રૂડ અને ગેસના ભાવ ભડકે બળ્યા હતા.

કતારના અધિકારીઓના જણાવ્યા મુજબ ઈરાને છોડેલા પાંચ મિસાઈલમાંથી ચારને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા, પરંતુ એક મિસાઈલ સીધો રાસ લફન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વાગતાં ઘટના સ્થળે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારબાદ વહેલી સવારે થયેલા વધુ એક હુમલાથી આગ વધુ ફેલાઈ હતી, જેને બાદમાં નિયંત્રણમાં લેવામાં આવી હોવાનું જણાવાયું છે.

હુમલા પહેલાં જ પ્લાન્ટમાંથી કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું કતાર એનર્જીએ જણાવ્યું છે. તેમ છતાં ભારે નુકસાનને કારણે LNG ઉત્પાદન લાંબા સમય માટે અસરગ્રસ્ત રહેશે તેવી શક્યતા છે.
આ હુમલા પછી વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 8 ટકાનો ઉછાળો આવી 111 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા, જ્યારે કુદરતી ગેસના ભાવમાં પણ તેજી નોંધાઈ હતી.

એ અગાઉ ઈરા કતાર, સાઉદી અરેબિયા અને યુએઈના ઊર્જા પ્રોજેક્ટ્સ હવે તેના નિશાન પર હોવાની ચેતવણી આપતાં સમગ્ર ગલ્ફ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર પર પહેલાથી જ અસર પડતાં વૈશ્વિક LNG સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને ખાસ કરીને એશિયા તથા યુરોપ માટે સંકટ વધુ ઊંડું બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ઊર્જા નિષ્ણાતોના મતે હાલની પરિસ્થિતિમાં કતાર તરફથી ગેસ સપ્લાય મધ્ય વર્ષ પહેલાં સામાન્ય થવાની શક્યતા ઓછી છે, જેના કારણે બજારમાં ભાવ ઊંચા જ રહેવાની ધારણા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

અબુ ધાબીમાં પણ ઉત્પાદન ઠપ્પ

અબુ ધાબીમાં આવેલા હબશન ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટને પણ હુમલાની અસર પહોંચી હતી. મિસાઈલને હવામાં જ નષ્ટ કરવામાં આવી હોવા છતાં તેના અવશેષો પ્લાન્ટ નજીક પડતાં સુરક્ષાના પગલાંરૂપે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની દ્વારા સંચાલિત આ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ઓનશોર ગેસ પ્રોસેસિંગ કેન્દ્રોમાંનું એક છે અને તેની ક્ષમતા દૈનિક 6 અબજ ક્યુબિક ફૂટથી વધુ ગેસ ઉત્પાદન કરવાની છે, જે દક્ષિણ કોરિયા જેવા આખા દેશની જરૂરિયાત પૂરી કરી શકે એટલી છે. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

વૈશ્વિક LNG પુરવઠામાં કતારના 20 ટકા હિસ્સો

રાસ લફન ઇન્ડસ્ટ્રિયલ સિટી કતારનું સૌથી મહત્વપૂર્ણ ઊર્જા કેન્દ્ર છે અને વિશ્વના LNG ઉત્પાદનનું મુખ્ય હબ માનવામાં આવે છે. વૈશ્વિક LNG પુરવઠામાં કતારનો હિસ્સો લગભગ 20 ટકા જેટલો છે અને તેનું મોટાભાગનું ઉત્પાદન આ સંકુલ પરથી થાય છે. આશરે 295 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું આ ઔદ્યોગિક શહેર LNG પ્રોસેસિંગ, ગેસ-ટુ-લિક્વિડ પ્લાન્ટ, સ્ટોરેજ સુવિધાઓ અને તેલ રિફાઇનરી સહિત અનેક મહત્વપૂર્ણ એકમો ધરાવે છે. અહીં કોઈપણ વિક્ષેપ સર્જાય તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક ઊર્જા બજાર પર પડે છે.

Share Article

Other Articles

Previous

અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે

Next

ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: કરાં પણ જોરદાર વરસ્યા, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી,ઠેર-ઠેર પાણી ભરાયા
52 મિનિટutes પહેલા
અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે
1 કલાક પહેલા
ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ
2 કલાક પહેલા
ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
2 કલાક પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ખીસ્સામાં રૂા.૫૦૦ હોય તો જ નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળજો !
રાજકોટ
1 વર્ષ પહેલા
Sambhal Jama Masjid : વટવૃક્ષ, ઘંટના નિશાન… સંભલ જામા મસ્જિદના સર્વેમાં શું જોવા મળ્યું ? વાંચો શું આવ્યું સામે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું ચાઇનીઝ લશ્કરે દિલ્હીની જેટલી જમીન લદાખમાં હડપી લીધી છે ? રાહુલ ગાંધીએ શું કર્યો દાવો ?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર