IPL ખેલાડીઓની આજે દિવાળી : અનેકની સુધરશે તો અનેકની બગડશે !!
- દસેય ફ્રેન્ચાઈઝી આજે જાળવી રાખેલા-છૂટા કરેલા ખેલાડીઓની યાદી બીસીસીઆઈને સોંપશે
આઈપીએલ-૨૦૨૫ પહેલાં મેગા ઑક્શન થવાનું છે. આ હરાજી ચાલું વર્ષે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે. જો કે તેના પહેલાં તમામ ૧૦ ફ્રેન્ચાઈઝીએ પોતાનું રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે. આ લિસ્ટ સોંપવાની અંતિમ તારીખ આજે હોય જાળવી રખાયેલા અને છૂટા કરાયેલા ખેલાડીઓના નામ સામે આવી જશે. વળી, આજે દિવાળીનો તહેવાર પણ હોય ત્યારે અનેક ખેલાડીઓની દિવાળી સુધરી જશે તો અનેકની બગડી પણ શકે છે !
બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ રિટેન્શનને લઈને નવા નિયમ જાહેર કરાયા હતા. આ પ્રમાણે એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીને રિટેન કરી શકે છે. જો કોઈ ટીમ છથી ઓછા ખેલાડીઓને રિટેન કરે છે તો એ સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી હરાજી દરમિયાન રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે. અહેવાલો પ્રમાણે ગુજરાત ટાઈટન્સ મોહમ્મદ શમીને રિલિઝ કરી શકે છે. લખનૌ સુપરજાયન્ટસનો કેપ્ટન કે.એલ.રાહુલ હરાજીમાં જઈ શકે છે ત્યારે કઈ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડીને જાળવી શકે છે તેની સંભવિત યાદી અત્રે પ્રસ્તુત છે. - ગુજરાત ટાઈટન્સ
શુભમન ગીલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા (રાઈટ ટુ મેચ) - લખનૌ સુપર જાયન્ટસ
નિકોલસ પૂરન, મયંક યાદવ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ (રાઈટ ટુ મેચ), રાહુલ હરાજીમાં જઈ શકે - મુંબઈ ઈન્ડિયન્સ
હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તીલક વર્મા - ચેન્નાઈ સુપરકિંગ્સ
મહેન્દ્રસિંહ ધોની (અનકેપ્ડ), ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, રચિન રવીન્દ્ર (સંભવત:), મથીશા પથીરાના - સનરાઈઝર્સ હૈદરાબાદ
પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, ટે્રવિસ હેડ, અબ્દુલ સમદ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ (સંભવત:) - દિલ્હી કેપિટલ્સ
કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ઋષભ પંત (સંભવત:) - કોલકત્તા નાઈટ રાઈડર્સ
સુનિલ નરૈન, રહમાનુલ્લાહ ગુરબાજ, રિન્કુ સિંહ, હર્ષિત રાણા, શ્રેયસ અય્યર - પંજાબ કિંગ્સ
અર્શદીપ સિંહ, તમામ ખેલાડીઓને રિટેન કરવાની જગ્યાએ રાઈટ ટુ મેચનો પણ ઉપયોગ કરી શકે છે - રાજસ્થાન રોયલ્સ
- સંજૂ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, જોશ બટલર (સંભવત:)