IPL Mega Auctionની તારીખ જાહેર: ફ્રેંચાઈઝી માલિકો વચ્ચે સાઉદી અરેબિયાના રિયાદમાં જામશે બોલીનો જંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શનની તારીખને લઈને મોટી અપડેટ સામે આવી છે. એવા સમાચાર છે કે IPL 2025 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે યોજાઈ શકે છે. અહેવાલો અનુસાર, તેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં IPL મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ રિટેન કરાયેલ અને જાહેર કરાયેલા ખેલાડીઓની યાદી પણ શેર કરવાની રહેશે.
IPLની છેલ્લી હરાજી દુબઈમાં યોજાઈ હતી. પરંતુ આ વખતે રિયાદની પસંદગી થઈ શકે છે. IPL 2025ની મેગા હરાજી માટે વધુ શહેરો પણ યાદીમાં હતા. લંડન અને સિંગાપોર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. સ્ટારસ્પોર્ટના એક સમાચાર અનુસાર, રિયાદની હરાજી માટે પસંદગી કરવામાં આવી છે.
રિયાદનો ટાઈમ ઝોન ભારત પ્રમાણે સાચો માનવામાં આવે છે. આ સાથે જ પ્રસારણ કરવામાં પણ સરળતા રહેશે. હરાજી માટે તમામ ૧૦ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા અધિકારી રિયાદ પહોંચશે. તેની સાથે સાથે જિયો અને ડિઝની સ્ટારની મોટી ટીમ પણ જશે. હરાજીનું લાઈવ પ્રસારણ જિયોની સાથે સ્ટાર પર કરવામાં આવી શકે છે. તમામ ટીમે ૩૧ ઑક્ટોબર પહેલાં ખેલાડીઓનું રિટેન લિસ્ટ આપવું પડશે.
મેગા ઓકશન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી આવશે
તમામ ટીમોએ 31મી ઓક્ટોબર પહેલા ખેલાડીઓની રિટર્ન લિસ્ટ જાહેર કરવું પડશે. તેણે આ યાદી બીસીસીઆઈને સોંપવી પડશે. આ પછી હરાજીનો વારો આવશે. આ વખતે ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. રોહિત શર્માનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતું. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને સુકાનીપદેથી હટાવી દીધો હતો. પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ મુંબઈ રોહિતને રિટેન કરી શકે છે. તેની સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને પણ જાળવી રાખવામાં આવી શકે છે.