બાંગ્લાદેશમાં IPL ઉપર પ્રતિબંધ: ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના વિવાદમાં બાંગ્લાદેશ ભડક્યું,એક પણ મેચ નહીં બતાવાય
બાંગ્લાદેશ સરકારે તેના દેશમાં IPLના પ્રસારણ અને જાહેરાત ઉપર અનિશ્ચિતકાળ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. બાંગ્લાદેશ સરકારે કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને હટાવવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.
એક સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરીને બાંગ્લાદેશ સરકારે જણાવ્યુંકે IPL સંબંધિત તમામ પ્રસારણ અને ઈવેન્ટ કવરેજ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આગલો આદેશ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ જ રહેશે. આ નિર્ણય `જનહિત’માં લેવામાં આવ્યો છે.
IPL-2026 માટે યોજાયેલી નાની હરાજીમાં મુસ્તફિઝુર રહમાનને કોલકત્તા નાઈટ રાઈડર્સે ખરીદ કર્યો હતો પરંતુ આ પછી બન્ને દેશ વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખી BCCIએ હસ્તક્ષેપ કરતા કેકેઆર ફ્રેન્ચાઈઝીને આદેશ આપ્યો હતો કે તે મુસ્તફિઝુરને છૂટો કરે. આ આદેશનું પાલન કરતા કેકેઆરે રહમાનને છૂટો પણ કર્યો હતો. બાંગ્લાદેશી અધિકારીઓએ આ નિર્ણયને અતાર્તિક ગણાવ્યો હતો.
આ પણ વાંચો :બાંગ્લાદેશને લાગ્યો પાકિસ્તાનનો રંગ : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે,વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ટીમનું એલાન: હિન્દુ ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન
સરકારી આદેશમાં કહેવાયું કે ભારતીય ક્રિકેટ બોર્ડના આ નિર્ણયનું કોઈ જ તાર્કિક કારણ નથી અને આ નિર્ણયથી બાંગ્લાદેશના લોકો સ્તબ્ધ તેમજ ક્રોધિત થયા છે. આ જ કારણથી IPLની તમામ મેચ તેમજ આયોજનના પ્રચાર-પ્રસારને રોકવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ સપ્ટેમ્બરબાં ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ્દ થવો નિશ્ચિત બની ગયો છે.
