વૈશ્વિક અને પ્રાદેશિક અનિશ્ચિતતાઓ ડરાવી રહી છે, આગામી દિવસો વધુ કપરા
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને કહ્યું છે કે આગામી સમયમાં પણ મોંઘવારી વધુ ડરાવી શકે છે અને મુશ્કેલી રહી શકે છે. એમણે કહ્યું કે વૈશ્વિક અને પ્રાદેશિક અનિશ્ચિત્તતાઓને લીધે તેમજ સ્વદેશી અવરોધોને કારણે આગામી થોડાક માસ સુધી મોંઘવારી વધુ રહી શકે છે.
એમણે કહ્યું છે કે બેકાબૂ રીતે વ્યાજ દરને વધતાં અટકાવવા માટે બૃહદ આર્થિક સ્થિરતાને જાળવવી જરૂરી છે. સાથોસાથ આંતરરાષ્ટ્રીય અને સ્વદેશી રોકાણકારો માટે ભારતને એક બેસ્ટ ઝોન તરીકે જળવવાનું કામ પણ જરૂરી છે.
જો કે ખાધ્ય ચીજોની મોંઘવારી થોડા સમય બાદ સુધરી જશે તેવી આશા પણ એમણે વ્યક્ત કરી હતી. સરકાર ભાવ વધારાની સમસ્યાને રોકવા અને લોકોને રાહત આપવા માટે તબક્કાવાર પગલાં લઈ રહી છે.