ઈન્ડિગો ફરી ચર્ચામાં: રાંચી એરપોર્ટ પર ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ, 56 મુસાફરોનો બચાવ
ભુવનેશ્વરથી રાંચી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ (6E-7361) રાંચી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ટેકનિકલ ખામીનો સામનો કર્યો હતો.
લેન્ડિંગ દરમિયાન વિમાનનું પૂંછડીનું ભાગ રનવે સાથે અથડાતા હાર્ડ લેન્ડિંગ થયું, જેને કારણે થોડા સમય માટે એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો. વિમાનમાં કુલ 56 મુસાફરો સવાર હતા.
પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા, જોકે કેટલાક મુસાફરોને નાની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના પગલે વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને DGCA દ્વારા રિપોર્ટ માગી તપાસ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગોની ફ્લાઇટ્સ સાથે જોડાયેલી ઘટનાઓને લઈ ફરી એકવાર એરલાઇન સલામતી પર સવાલો ઊભા થયા છે.
