રાજકોટમાં ઇન્ડિગોએ 400 પેસેન્જર્સને ‘રિફંડ’ આપ્યું, 14 બેગ ઘરે પહોંચાડી: DGCAના નવા નિયમનો અમલ ફેબ્રુઆરીથી શરૂ થશે
ઇન્ડિગોમાં ચાલતી કટોકટીને પગલે રાજકોટ એરપોર્ટ પરથી છેલ્લા એક અઠવાડિયામાં 45 થી વધુ ફ્લાઈટ રદ અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. સમગ્ર દેશમાં સૌથી વધારે એરક્રાફ્ટ ધરાવતી અને મહત્તમ ફ્લાઇટ ઓપરેશન કરતી ઈન્ડિગોમાં ઇતિહાસમાં પ્રથમ વખત મોટું સંકટ ઉભું થયું છે
ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે અને પેસેન્જરને કંપની દ્વારા રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં રાજકોટ એરપોર્ટ પર 400 જેટલા પેસેનજરોને રિફંડ એરલાઇન કંપનીએ ચૂકવ્યું છે. આ ઉપરાંત જે પેસેન્જરનો લગેજ રહી ગયો હતો તેમને સામાન ઘરના એડ્રેસ પર મોકલવામાં આવી રહ્યા છે.
એરપોર્ટ પર પેસેન્જર માટે ઇન્ડિગો દ્વારા ડિપારચર અને ટર્મિનલમાં હેલ્પ ડિસ્ક શરૂ કરવામાં આવ્યા છે. જેને પગલે ટિકિટ ચેન્જ કરવી રિફંડ સહિતની પ્રક્રિયા એરલાઇન કર્મચારીઓએ હાથ ધરી હતી. છેલ્લા એક અઠવાડિયા થી મુંબઈ,દિલ્હી, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવા સહિતની આઠ થી નવ ફ્લાઈટ રદ થઈ હતી જેમાં ઘણાં પેસેન્જરને અન્ય ફ્લાઈટમાં કનેક્ટિવિટી તો બાકી રહેતા પેસેન્જર એ રિફંડ લેવાની પ્રક્રિયા હાથ ધરતા રાજકોટ એરપોર્ટ પર 400 જેટલા પેસેન્જરને રિફંડ અને 14 બેગ ઘર સુધી પહોંચાડવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટમાં ઇન્ડિગોએ 400 પેસેન્જર્સને ‘રિફંડ’ આપ્યું, 14 બેગ ઘરે પહોંચાડી: DGCAના નવા નિયમનો અમલ ફેબ્રુઆરીથી શરૂ થશે
DGCAના નવા નિયમનો અમલ ફેબ્રુઆરીથી શરૂ થશે
પાયલોટ અને કેબિન ક્રૂ માટે નવી ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન લાગુ કરતા ઈન્ડિગો માટે રાજકોટ સહિત દેશભરમાં મોટું સંકટ સર્જાયું હતું જેના લીધે એરપોર્ટ પર ભારે અવ્યવસ્થા ઊભી થઈ હતી. બે વર્ષનો ટ્રાન્જેક્શન પીરીયડ મળવા છતાં આ એરલાઇન કંપની દ્વારા પાયલોટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો ન હતો જેના કારણે પેલી નવેમ્બરથી નિયમ લાગુ પડતાની સાથે જ ઈન્ડિગો માટે ભારે કટોકટી ઊભી થઈ ગઈ હતી. દેશભરમાં આ એરલાઇન દ્વારા જેટલી ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે તેમાં 6,500 પાયલોટની જરૂર હતી જેના બદલે કંપનીએ અત્યાર સુધી નવા પાયલોટની ભરતી કરી ન હતી.
આ પણ વાંચો :બધી જગ્યાએ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની ઝંઝટ થશે ખતમ: સરકાર લાવી રહી છે નવો નિયમ,ડિજિટલ માધ્યમથી જ થશે વેરિફિકેશન
સોમવારે રાજકોટથી ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઇની ફ્લાઇટ કેન્સલ
ગઈકાલે પણ ઈન્ડિગો એરલાઇન્સની ચાર ફ્લાઈટએ ઉડાન ભરી ન હતી. સાતમી ડિસેમ્બરથી નિયમિત ઉડાન ભરશે તેવી જાહેરાત બાદ એક દિવસ બધી ફ્લાઇટ એ ઉડાન ભર્યા બાદ ફરીથી એ જ પરિસ્થિતિ યથાવત રહેતા પેસેન્જર્સનાં પ્રોગામ ચેન્જ થઈ રહ્યા છે.ગઈકાલે ગોવા હૈદરાબાદ બેંગલોર અને મુંબઈની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી જ્યારે અન્ય મુંબઈ અને દિલ્હીની ફ્લાઈિંટગ ઉડાન ભરી હતી.
