એશિયા કપ ઉપર ભારતનું ‘સિંદૂરી તિલક’: વધુ એક વાર પાકિસ્તાનને હરાવવાની ભારતીયોની ઈચ્છા પૂરી કરતી ટીમ ઇન્ડિયા
એશિયા કપના કાર્યક્રમની જાહેરાતથી લઈ ટુર્નામેન્ટ પુરી ના થઇ ત્યાં સુધી સૌથી વધુ ચર્ચા ભારત-પાકિસ્તાન મેચની થવા પામી હતી. `ઓપરેશન સિંદૂર’ બાદ બંને એક નહીં બલ્કે ત્રણ વખત આમને-સામને આવ્યા હતા અને ત્રણેય વાર ભારતે પાકિસ્તાનને તેની `ઔકાત’ બતાવી સતત નવમી વાર એશિયા કપ ઉપર `સિંદૂરી તિલક’ કર્યું હતું. આ સાથે જ દશેરા પહેલા કરોડો ભારતીયોના મોઢા પણ મીઠા થઈ ગયા હતા. દુબઈમાં પાકિસ્તાન સામેની રોમાંચક ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ કુલદીપ યાદવની ઘાતક બોિંલગ અને તિલક વર્માની લડાયક અડધી સદીની મદદથી મેચ અને ટાઇટલ 5 વિકેટથી જીત્યું હતું.
ભારતનું સિંદુરી તિલક
રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાને ફાઈનલ મેચની શરૂઆત મજબૂત રીતે કરી હતી. પહેલા બેિંટગ કરીને ઓપનરો સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને આક્રમક ઇિંનગ્સ રમીને મજબૂત શરૂઆત અપાવી હતી. ફરહાને જસપ્રીત બુમરાહ પર ખાસ નિશાન સાધ્યું હતું અને માત્ર 38 બોલમાં 57 રન બનાવ્યા હતા. ફરહાન અને ફખર વચ્ચે શાનદાર 84 રનની ભાગીદારી થયા બાદ ફખર ઝમાને બાજી સંભાળી અને સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
— BCCI (@BCCI) September 28, 2025
A dominant performance capped by an unbeaten campaign 💪
Congratulations to #TeamIndia on winning #AsiaCup2025 🇮🇳 🥳
Scorecard ▶️ https://t.co/0VXKuKPkE2#Final pic.twitter.com/n9fYeHfByB
જ્યારે પાકિસ્તાની ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી, ત્યારે કુલદીપ યાદવે એટેક કર્યો અને 13મી ઓવરમાં સૈમ અયુબને આઉટ કરીને પાકિસ્તાનને 113 રનના સ્કોર પર બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ, આગામી પાંચ ઓવરમાં પાકિસ્તાને સતત વિકેટો ગુમાવી દીધી અને માત્ર 146 રનમાં જ ટીમ આઉટ થઈ ગઈ હતી. કુલદીપે 17મી ઓવરમાં માત્ર એક રન આપીને ત્રણ વિકેટ લીધી તો વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.
જવાબમાં ભારત વતી ઓપનર અભિષેક શર્મા બીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ કેપ્ટન શુભમન ગિલ પણ નિષ્ફળ ગયા હતા ટીમે ફક્ત 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને તિલક વર્માએ ઇિંનગ્સને સંભાળી લઈ 57 રનની શાનદાર ભાગીદારી કરી હતી.
સેમસનના આઉટ થયા પછી શિવમ દુબે તિલકને ટેકો આપવા આવ્યો અને ટીમને જીતની સ્થિતિમાં પહોંચાડવા માટે કેટલાક મોટા શોટ ફટકાર્યા હતા. બંનેએ માત્ર 40 બોલમાં 60 રનની ઝડપી ભાગીદારી કરી હતી. આ દરમિયાન તિલક તેની લડાયક અડધી સદી પૂર્ણ કરી અને ટીમ માટે દિવાલની જેમ ઉભો રહ્યો હતો. 19મી ઓવરના છેલ્લા બોલ પર દુબે આઉટ થયો જેના કારણે ભારતને છેલ્લા છ બોલમાં 10 રનની જરૂર હતી. છેલ્લી ઓવરમાં તિલકે હરિસ રૌફના બીજા બોલ પર છગ્ગો ફટકારીને વિજય પર મહોર લગાવી હતી. જ્યારે િંરકુ િંસહે ચોથા બોલ પર ચોગ્ગો મારીને જીત નિશ્ચિત કરી હતી.
ક્રિકેટના મેદાન પર ઓપરેશન સિંદૂર’ ચલાવ્યુંઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા ટીમને વિજય બદલ અભિનંદન આપતા કહ્યું કે પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટના મેદાન પર ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. દરેક ખેલાડીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
