ક્રિકેટમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ યથાવત : પુરુષ બાદ મહિલા ટીમનો પણ પાકિસ્તાનને તમાચો, વન-ડે વર્લ્ડકપમાં 88 રને શાનદાર જીત
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને જે ઓપરેશન સિદૂર શરૂ કર્યું હતું તેને ક્રિકેટમાં પણ યથાવત રાખતા એશિયા કપમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાન પર વિજયની હેટ્રિક હાંસલ કરી અને ટાઇટલ જીત્યું હતું. હવે, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે. આઈસીસી મહિલા વર્લ્ડકપ-2025ના છઠ્ઠા મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા. ભારતીય ટીમે આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે 88 રનથી જીત મેળવી હતી. પહેલા રમતા ભારતે 247 રન બનાવ્યા હતા. જવાબમાં, પાકિસ્તાનનો દાવ 43 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગયો હતો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો સતત બીજો પરાજય છે, જ્યારે ભારતે બંને મેચ જીતી છે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 12 વન-ડે રમી ચૂક્યા છે, અને ટીમ ઈન્ડિયાએ તે બધી જીતી છે.

હરલીન દેઓલના 46 રન અને રિચા ઘોષના 20 બોલમાં અણનમ 35 રનની મદદથી ભારતને મજબૂત શરૂઆત મળી હતી. ઓપનર પ્રતીકા રાવલ (31 રન)એ ડાયના બેગના બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ભારતને ઝડપી શરૂઆત અપાવી પરંતુ સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના (23) ફરી એકવાર પાવરપ્લેમાં આઉટ થઈ ગઈ, જેના કારણે ટોપ ઓર્ડર શરૂઆતમાં દબાણમાં આવી ગયો હતો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ તેને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધી હતી.

પાકિસ્તાનના બોલરોએ ચુસ્ત લાઈન અને ગતિમાં ચતુરાઈભરી ભિન્નતા જાળવી રાખીને બેટ્સમેનોને નિયંત્રણમાં રાખ્યા હતા. તેમણે ભારતીય બેટ્સમેનોને લયમાં સ્થિર થવા દીધા નહીં અને નિયમિત અંતરાલે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર બેગે 69 રનમાં ચાર 11 વિકેટ લીધી જ્યારે કાતિમા સનાએ 38 રનમાં બે વિકેટ લીધી હતી. સ્મૃતિ પછી પ્રતિકા રાવલને સાદિયા ઇકબાલે બોલ્ડ કરી હતી. હરલીન દેઓલે સંયમ સાથે રમી અને કેપ્ટન હરમનપ્રીત કૌર (19) સાથે 39 રનની ભાગીદારી કરી અને પછી જેમીમા રોડ્રિગ્સ (32) સાથે 45 રન ઉમેર્યા હતા.

આ પછી પાકિસ્તાન 43 ઓવરમાં 159 રન જ બનાવી શક્યું હતું. તેના વતી એકમાત્ર સીદરા અમીન 81 રન બનાવી શકી હતી. બાકીના બેટર નિષ્ફળ નીવડયા હતા. બોલિગમાં ભારત વતી દીપ્તિ શર્મા-ક્રાંતિ ગોડે 3-3 તો સ્નેહ રાણાએ વિકેટ ખેડવી હતી.
આ પણ વાંચો :Health Tips: શું દરેક વ્યક્તિએ 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે? જાણો શું છે સ્લીપ સાયકલનું વિજ્ઞાન


