ભારતના ચાર ‘સ્પીનરો’ ન્યુઝીલેન્ડ માટે બનશે પહાડ !! રવિન્દ્ર, અક્ષર, વરુણ અને કુલદીપનો હરિફ ટીમ પાસે કોઈ જ ‘તોડ’ નથી
- ચાર મેચમાં સૌથી વધુ નવ વિકેટ ન્યુઝીલેન્ડ સામે જ ખેડવી’તી
- રવિન્દ્ર, અક્ષર, વરુણ અને કુલદીપનો હરિફ ટીમ પાસે કોઈ જ `તોડ’ નથી
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તરખાટ મચાવતાં એક પણ મુકાબલો હાર્યા વગર ફાઈનલની ટિકિટ મેળવી હતી. આમ તો અહીં સુધી પહોંચવામાં દરેક ખેલાડીએ ૧૦૦% યોગદાન આપ્યું હતું પરંતુ દુબઈની સ્પિન ફ્રેન્ડલી પીચ ઉભર ભારતીય સ્પીનરે જે કમાલ કરી છે તેનો `તોડ’ કોઈ પાસે ન્હોતો.
ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ મળીને ૨૧ વિકેટ ખેડવી છે. સૌથી વધુ સાત વિકેટ વરુણ ચક્રવર્તીએ મેળવી હતી તો પાંચ વિકેટ કુલદીપ, પાંચ અક્ષર પટેલ અને ચાર વિકેટ રવિન્દ્ર જાડેજાના ફાળે ચાર વિકેટ ગઈ હતી. એકંદરે ચારેય સ્પીનરે હરિફ ટીમને એવી જકડી લીધી કે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ બચ્યો ન્હોતો.
ભારતીય ટીમના સ્પીનરે બાંગ્લાદેશ વિરુદ્ધ બે, પાકિસ્તાન વિરુદ્ધ પાંચ, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ૯ અને ઑસ્ટે્રલિયા સામે સેમિફાઈનલમાં પાંચ વિકેટ ખેડવી હતી. એવી સંભાવના છે કે આજે પણ ટીમ ઈન્ડિયા ચાર સ્પીનર સાથે જ ઉતરશે.